કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો સીવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફનો ખુબ જ અભાવ જોવા મળે છે. અમારા નજીકના સંબંધીને સ્મીમેરમાં જગ્યા નહી મળતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં આગળ તેમને ઘેનમાં જ રાખી મુકતા અને ઓક્સિજન ચઢાવી દીધું પરંતુ ઘેનની દવાથી વ્યકિતના ઓક્સિજનની દેખરેખ કઈ રીતે કરી શકે ત્યાં કોઈપણ ડોકટર કે કોઈપણ પ્રકારનો મેડિકલ સ્ટાફ જોઈ સંભાળ નથી લેતાં કે દર્દીનું ઓક્સિજન ( oxygen) વ્યવસ્થીત છે કે નહી ?
બે-ત્રણ દિવસ આમ જ ચાલ્યુ ઘરના વ્યકિત મળીને આવતાં અને કહેતા કે ઓકિસજન માસ્ક ( oxygen mask) બરાબર પહેરશો. પરંતુ આ જોવાનું કામ મેડીકલ સ્ટાફની ( medical staff) જવાબદારી છે. પરંતુ કોઈ એ પણ ધ્યાન નહિ રાખ્યું અને એ સવારે 9.00 વાગ્યે ઘરનો વ્યકિત મળીને આવ્યો અને 10.00 વાગ્યે તો મરણ થયેલ છે. એમ ફોન આવી ગયો તો વાત એ છે કે આમા મોતના જવાબદાર કોણ ? ડોકટર કહે છે વેન્ટીલેટર પર મુક્યા હતાં અને આજુ-બાજુ વાળા એ છે કે વેન્ટીલેટર નહોતુ આપ્યુ. તો આ બાબતે કેટલી સચ્ચાઈ છે એ તો ભગવાન જ જાણે. તે ઉપરાંત મૃત્યુ પામેલ બોડીનું પેકીંગ પણ જીવત દર્દીઓની સામે જ કરવામાં આવે છે તો તે દ્રશ્ય ખતરનાક કહેવા આવુ જોઈને દર્દીઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે.
કેમ કે ડોકટર અને મેડીકલ સ્ટાફના અભાવે કોરોનાના દર્દીની માવજત થતી નથી જેના લીધે મોતનો વધારો જોવા મળે છે. ફક્ત બેડ ઉભા કરી દેવાથી કોરોનાના કેસ ઘટવાના નથી. મેડીકલ સ્ટાફના અભાવે મોત વધે છે. આ માટે મેડીકલ સ્ટાફને સરકારે એપ્રીસીયેટ કરવા જોઈએ તેમના ભથ્થામાં વધારો કરવો જોઈએ. સ્ટાફ વધારવો જોઈએ તેમજ ઘરના કોઈ એક વ્યકિતને પી.પી.ઈ. કીટ ( ppe kit) પહેરાવીને સંભાળ લેવા માટે મુકવા જરૂરી બને છે. પત્રકારો પી.પી.ઈ. કીટ પહેરીને હોસ્પિટલમાં જાય છે તો ઘરના સભ્યો કેમ નહી ?
સુરત, કલ્પના વૈદ્