Charchapatra

જે સંપ્રદાય મહિલાનું જાહેરમાં અપમાન કરે તે મનુષ્યત્વનું ગૌરવ કેવી રીતે કરશે?

ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસીએશન ઓફ ઇંડિયા તરફથી ગત 24, 25 જૂને કલકત્તામાં એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું હતું. તેમાં સ્વામીનારાયણ પંથનાકોઇ સાધને અતિથિવિશેષ તરીકે આમાંત્રિત કરાયા હતા. તેમણે આવતા વેંત જ સ્ટેજ પરની મહિલાઓને પાછળ મોકલવા તાકીદ કરી અને અન્યથા તેમણે સમારંભ છોડી જવાની ધમકી આફી. આ સમારંભમાં મહિલાઓને સ્ટેજની છેલ્લી હરોળમાં બેસાડવામાં આવી. સ્વામીનારાયણ પંથના સાધુઓ મહિલાઓનું મોઢું જોતા નથી. મહિલાઓના પેટે તેઓ જન્મ્યા હોય છે.

તેમની માતાની સારસંભાળલે તેમનો ઉછેર થયેલો હોય છે. ભક્તોના ઘેર તેઓ ભોજન અર્થે જતા હોય છે ત્યાં ઘરના સ્ત્રી વર્ગે રસોઇ બનાવેલ હોય છે. આ રસોઇ આ સાધુઓ પ્રેમથી આરોગે છે. છતાં તેમનાં આગમન સમયે મહિલાઓએ એક રૂમમાં બંધ ભરાઈ રહેવું. પડતું હોય છે. કોઇ ધર્મમાં મહિલાઓ તરફ આટલી અસ્પૃશ્યતા કેમ હોઇ શકે તે સમજી શકાતું નથી. કલકતા જેવા મેટ્રોપોલીટન શહેરમાં ઉચ્ચ ડિગ્રી ધારકો તરફથી આંતરરાષ્ટ્રીય પરિષદમાં મહિલાઓનું આવું જાહેર અપમાન કરવામાં આવે થે સામંતશાહી માનસિકતા દર્શાવે છે. આ ભેદભાવ કયારે દૂ થશે?
પાલનપુર   – અશ્વિનકુમાર ન. કારીઆ            – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

કૂતરાઓ વિશે નગરપાલિકાને કેટલીવાર કહેવું?
હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા સવાર-સાંજ અહીં તહીં રખડતા કૂતરાંઓને એકત્ર કરીને ખાવાનું આપવાની ટેવ હોવાથી વૃદ્ધો બાળકો અને મહિલાઓને કૂતરાંઓથી મુસીબત અનુભવાય છે. બાળકો કૂતરાં કરડવાની ઉપાધિના કારણે બહાર રમતગમત માટે જઇ શકતા નથી. તે કટાણે ભસ્યા કરતા હોવાથી માહોલ બગાડતા હોય છે. કૂતરાં પાળનારાઓ મહાનગરપાલિકાકનેથી લાઈસન્સ લેતાં નથી કે એમને હડકવા વિરોધી રસી મૂકાવતા નથી. મહાનગરપાલિકાના અમલદારો મોટરગાડીના કાચ બંધ કરી ચોતરફ મહાલતા હોવાના કારણે રઝળતા કૂતરાંઓ જે સમસ્યા ઊભી કરે છે તે સમજી શકતા નથી. તેઓ લોકાના પ્રશ્નોની ગંભીરતા સમજ્યા વિના વહીવટ ધપાવ્યો જાય છે.
અમદાવાદ          – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top