આપણા રાજા મહારાજા ઓ જે પણ ઇમારતો કે પાણી સંગ્રહ કરવા વાવ મંદિરો કે મિનારા બનાવી ગયા છે તે 200 500 વર્ષ પછી કે તેનાથી જુના આજે પણ અડીખમ ઉભા છે જ્યારે આજે સરકારી જે પણ કન્સ્ટ્રક્શન થાય છે તે લાંબો સમય ટકી શકતા નથી જે પણ ઇમારતો બની છે તે 30 40 કે 50 વર્ષમાં જ ખખડી જાય છે અને તેવી બિલ્ડિંગો અત્યંત ભયજનક લાગતા તોડવી પડે છે છે તેનું કારણ શું હોઈ શકે ? બાંધકામમાં ગોબાચારી કે પછી એન્જિનિયરો ની સ્ટીલ કે સીમેન્ટ બચાવવા ડિઝાઇનોમાં ગરબડી?
જે પણ હોય તે પ્રજાને માટે અત્યંત દુખદ ઘટના છે હમણાં જ માન દરવાજા એસએમસી ટેનામેન્ટના ફ્લેટો અત્યંત ખરાબ હાલતમાં હોય અને ક્યારેક બિલ્ડીંગ પડી પણ જાય એટલી હદે ભયજનક લાગતા તે ખાલી કરાવવામાં આવ્યા છે હવે સવાલ એ થાય છે કે માંડ 45 કે 50 વર્ષ પહેલા બનેલા આ એસએમસી બિલ્ડીંગો સાવજ ખખડધજ કેમ થઈ ગયા? હવે બિહારની વાત કરીએ તો છેલ્લા મહિનાઓમાં બિહારમાં જ્યાં જ્યાં પૂલો બાંધવામાં આવ્યા છે તેમાના ગણા પુલો જાણે કે સામૂહિક આત્મહત્યા કરતા હોય તેમ તબક્કાવાર તૂટી પડ્યા છે આમાં તો પુલો બાંધવામાં ખૂબ જ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે.
વર્ષો પહેલા જ્યારે આજે છે તેવી ટેકનોલોજી પણ ન હતી સિમેન્ટની કે સ્ટીલ ના સળિયા ની શોધ પણ ન હતી ત્યારે રાજાઓ જે પણ મહેલો કિલ્લા ઓના કે અન્ય જે પણ બાંધકામો કરી ગયા છે તે આજે પણ અડીખમ ઊભેલા આપણે જોઈ શકીએ છીએ અને ઈતિહાસ તેનુ શાક્ષી છે જ્યારે આજે તમામ મટીરીયલ્સ તેમજ ઉચ્ચકક્ષાની ટેકનોલોજી હોવા છતાં આપણા સરકારી આવાસો કે પુલો કે અન્ય બાંધકામ કેમ તૂટી પડે છે તેની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચારીઓને પકડીને તેઓ સામે સખતમાં સખત દાખલા રુપ કાર્યવાહી કરવી જોઈએ કોઈ પણ બાંધકામ નો કોન્ટાક્ટ આપવામાં આવે તો તેમા વપરાતા મટીરીયલ્સ કવોલિટી અને માપ મુજબ વપરાયા છે કે કેમ તેની પુરતી ચકાસણી કરી હોય તો તે બિલ્ડિંગો લાબો સમય ટકી શકે બાકી બાધકામ મા ભ્રષ્ટાચાર થયો હોય તો તે બિલ્ડિંગો કે પુલો લાંબો સમય ટકી શકવાના નથી તે દેખીતી વાત છે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.