Business

ફરજીયાત હેલ્મેટ દંડ કેટલો યોગ્ય?

હાલ, જ્યાં જોઈએ ત્યાં હેલ્મેટ.. હેલ્મેટ.. હેલ્મેટ…. આ એક રમૂજી નિયમ હોય એવું નથી લાગતું. ટ્રાફિક શહેર સુરતમાં માંડ બાઈક 20-30 ની સ્પિડે ચાલતી હશે. કલાકો ટ્રાફિકમાં ફસાયેલો વ્યક્તિ માંડ-માંડ ટ્રાફિક ચિરતો ઘરેથી કામના સ્થળે અને કામેથી ઘરે પહોંચતો હશે. ત્યારે આવી પરિસ્થિતિમાં એક્સિડન્ટના તો કોઈ ચાન્સ જ નથી કે હેલ્મેટ જરૂરી બને! અને વળી શહેરમાં નાના-મોટા ઘણા-બધા કામો એકસાથે લઈને નિકળેલી સ્ત્રી જેટલી જગ્યાએ જશે ત્યાં હેલ્મેટ લઈને ફરશે? આવી પરિસ્થિતિમાં શહેરમાં હેલ્મેટ ફરજીયાતનો આ નિયમ થોડો અટપટો નથી લાગતો? હાઈવે પર કે લાંબા અંતરે હોય તો ઠીક!

અને શું આવા નિયમોનું કડક પાલન લાઈફ ટાઈમ (વર્ષો સુધી) કરવામાં આવ્યું એવું ક્યારેક જોયું છે? કારણકે થોડા સમય પહેલાં પણ આ જ પરિસ્થિતિનો સામનો પ્રજાએ કર્યો જ હતો અને પછી શું? પંદર દહાડે કે એકાદ-બે મહિને પછી પાછુ બધુ જૈસે થે! કંઈ પણ થાય સરકારી તિજોરી ભરાઈ જાય પછી બધા નિયમ વાહિયાત અને એક વાત કે જો નવા નિયમો લાવવા જ હોય તો દારૂ બંધી, ભ્રષ્ટાચાર, સ્વાસ્થ્ય માટે જોખમી પાન-માવા, ગુટખાના ઉત્પાદન પર પ્રતિબંધ જેવી ઘણી સમસ્યાઓને કેમ ભૂલી જાવ છે? અરે શહેરના ટ્રાફિકને સૌથી મોટી અડચણરૂપ રિક્ષાચાલકોની છે કોઈ સીમા? આ બધી સમસ્યાઓ સામે છે કોઈ કાયદો? અને કાયદો બનાવો તો તેનું સતત અને કડક પાલન થાય તે જરૂરી છે. નહીં કે પછી મધ્યમવર્ગ પીસાય અને સરકારી તિજોરીઓ ભરાય.
અમરોલી – પાયલ. વી. પટેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top