Comments

દેશની આર્થિક સમૃદ્ધિ માપવાના માપદંડ તરીકે જી ડી પી નો ઉપયોગ કેટલો યોગ્ય ગણી શકાય?

થોડા થોડા સમયે દેશમાં ભારતની આર્થિક મજબૂતી ના સંદર્ભે જી ડી પી ના સમચાર આવતા રહે છે. તેપણ દેશના કોઈ આર્થિક નિષ્ણાત કે સંસ્થા દ્વારા નહી પણ વિદેશી એજન્સી ના માધ્યમથી વાત થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં રાજનીતિ ની ચર્ચાઓ માં પણ આર્થિક પ્રગતી ના માપદંડ તરીકે જી ડી પી ના ઉદાહરણ અપાય છે . કોઈ વાર જી ડી પી વૃદ્ધિદર ધીમો પડ્યો ના નામે વિપક્ષો સત્તા પક્ષને દબાવાનો પ્રયત્ન કરે છે તો ક્યારેક શાશકો ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી ના ઓવારણા લે છે. 

પણ જી ડી પી ને આગળ કરીને દેશના સામાન્ય માણસની આર્થિક સ્થિતિનો ક્યાસ કાઢવા જેવો નથી એમાય જી ડી પી ના ત્રી માસિક કે વાર્ષિક વૃદ્ધિદર કે જે એક સરેરાસ આકડો છે માત્ર ટકાવારી છે તેના આધારે આખા અર્થતંત્ર ની વાત કરવા જેવી નથી. એવું નથી કે જી ડી પી ના આકડા કામ ના નથી કે તેનો ટકાવારી ફેરફાર ધ્યાનમાં ન લેવો જોઈએ પણ તે માત્ર વિશ્લેષકો માટે નીતિ નિર્ધારકો માટે કામનો છે માર્ગદર્શક છે ,પાનના ગલે કે અપ્દૌનમાં આના આધારે દેશની આર્થિક નીતિની ચર્ચા કરનારા માટે કામનો નથી .કારણકે જો અત્યારે જી ડી પી ઘટ્યા ના આધારે દેશનું અર્થતંત્ર ખાડે ગયું એવું તારણ કાઢશો તો બે પાચ મહિનામાં જ જી ડી પી ના આકડા દ્વરા દેશનું અર્થતંત્ર ફૂલ ગુલાબી થતું જાય છે તેમ સાબિત થશે માટે જો જી ડી પી ના આધારે જ ચર્ચા કરવી હોય તો જી ડી પી ના ખ્યાલ ને સમજવો જરૂરી ….. અર્થ તો સમજીએ પહેલા  કુલ રાષ્ટ્રીય ગૃહ પેદાશ ..મતલબ સકલ ઘરેલું ઉત્પાદન ..મીન્સ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન  જી ડી પી એટલે કોઈ દેશે વર્ષ દરમિયન જે કુલ વસ્તુઓ અને સેવાઓ નું ઉત્પાદન કર્યું હોય તે અને આ ઉત્પાદનનું નાણા કીય મુલ્ય માપીએ તો જે મળે તે રાષ્ટ્રીય આવક દેશનું અર્થતંત્ર ત્રણ ક્ષેત્રોમાં વહેચાયેલું છે ખેતી, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્ર માં આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થાય તેનો સરવાળો એટલે દેશની રાષ્ટ્રીય પેદાશ .

ફાયદો શું આ નો ?

કોઇપણ દેશ વર્ષભર કેવી અને કેટલી આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનો હિસાબ રાખે છે અને આ હિસાબોના આધારે તે પોતાની રાષ્ટીય પેદાશો ના આક નક્કી કરે છે આવા હિસાબો અને આકડા નો પહેલો ફાયદો દેશને જાત સાથે તુલના કરવામાં થાય છે જો આપડે જાણીએ કે આપડે વિવિધ ક્ષેત્રોમાં વસ્તુ અને સેવ્સા નું કેટલું ઉત્પાદન કર્યું તો આપડે આપડી જાતે આપડું મુલ્યાંકન કરી શકીએ આપડી આપતી પોતાની સાથે તુલના કરવામાં આ મુલ્ય કે આકડા કામ લાગે છે. જેમકે જો આપડી પાસે માહિતી હોય કે દેશમાં આયોજનની શરૂઆતમાં ઘઉનું ઉત્પાદન ચોખાનું ઉત્પાદન બાજરીનું ઉત્પાદન કેટલું હતું અને હવે કેટલું થાય છે તો આપડે ખેતીમાં શું પ્રગતી કરી તે જાણી શકીએ  એવી જરીતે દેશમાં વીજળી નું ઉત્પાદન શીમેન્ત નું ઉત્પાદન લોખડ પોલાદનું ઉત્પાદન વગેરે આકડા હોય તો અઔદ્યોગિક ક્ષેત્રે શું મેળવ્યું તે નક્કી થઇ શકે અને આજ રીતે સેવા ક્ષેત્ર માં બેન્કીન્ન્ગ વીમો શિક્ષણ આરોગ્ય સુવિધા અને તેનો વપરાશ કરનારા ના આકડા મળે તો સર્વિસ સેક્ટર ની પ્રગતિનું મુલ્યાંકન થઇ શકે …ટુકમાં આપડી સાથે જ આપડી તુલના સમયના બિંદુએ કરી શકાય.

બીજો લાભ એ અન્ય સાથે તુલના નો છે ..ઉત્પાદનોના આકડા મેળવી આપડે બીજા રાષ્ટ્રોની સરખામણીમાં કેવા છીએ તે માપી શકાય છે. સમયના ચોક્કસ ગળામ અન્ય દેશોમાં ઉત્પાદન કઈ રીતે કેટલા પ્રમાણમાં વધ્યું અને ક્યાં ક્ષેત્રમાં કેટલું કામ થયું તેનો તુલનાત્મક અભ્યાસ થઇ શકે છે. આવા આકડા ના આધારે જ દુનિયાના દેશોનો આર્થિક સમૃદ્ધિ મુજબ ક્રમ નક્કી થાય છે . હમણાં જ આપડે જાહેર કરેલું કે ભારત દુનિયાની સાત મોટા અર્થતંત્ર માં એક છે અને હવે તે ચોથા સ્થાને છે ભારત હવે ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી થઈ રહી છે. ભારત આ ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને તો ફાયદો કોને થાય તો આ તમામ જિજ્ઞાસુઓ ને જણાવવાનું કે આ આકડો પરિણામ બતાવે છે મતલબ દેશમાં આટલું ઉત્પાદન થાય પછી તે આકડો બને મતલબ ફાયદો થાય પછી નોધાય ..નોધાય પછી ફાયદો ન થાય એટલે જો દેશમાં ખેત ઉત્પાદન વધે ઓદ્યોગિક ઉત્પાદન વધે સેવા ક્ષેત્ર મોટું થાય તો વાર્ષિક ઉત્પાદન મુલ્ય વધે ….એટલે ખરેખર જો આર્થત્ન્ત્ર પ્રગતી કરતુ હોય અને પ્રગતિના ભાગ રૂપે જો જી ડી પી વધે તો પહેલા પ્રજાનું જીવન ધોરણ સુધરે અને પછી જ ડી પી નો આકડો સુધરે પણ જો જી ડી પી નો આકડો ઉપર જતો હોય અને પ્રજાનું જીવન કથળતું હોય તો નક્કી કોઈ ગડબડ છે જે પ્રક્રિયા કરતા પરિણામ જુદા આપે છે.

શું જી. ડી. પી ખોટી હોય ?
આમતો આકડો કદી જુઠ્ઠું બોલે નહી ..આકડાઓ રાજરમત કે રાજકારણ જાણતા નથી માટે જ બેકારીનો દર, ખેડૂત આત્મહત્યા ને દર, બાળમૃત્યુ  દર, આ બધા અર્થતંત્ર ની પોલ ખોલી નાખે છે.  પણ જ્યારે એકસો ત્રીસ કરોડ ની વસ્તી ધરાવતા દેશમાં આખા વર્ષ દરમિયાન થયેલી તમામા આર્થિક પ્રવૃત્તિ ના મૂલ્યને માપવાનું હોય તેના સરવાળા કરવાના હોય અને તેની સરેરાસ કાઢવાની હોય તો સતર્ક રહેવું પડે અને કુલ આકડા તથા સરેરાસ પર કોની અસર વધુ છે તે જોવું પડે આ કામ માત્ર જાણકારો કરી શકે સામાન્ય માણસ તો આમાં ફસડાઈ જ પડે જેમકે બજારમાં એક કોમ્પુટર વેચાય તો એની કીમત ત્રીસ થી પચાસ હજાર સરેરાસ હોય તે ચોપડે નોધાય એટલે એક કોમ્પુટર નું વેચાણ રાષ્ટ્રીય આવકમાં ત્રીસ હજારનો ફાળો આપે હવે એક ખેડૂત ને આટલોજ ફાળો અપવામાટે કેટલા ઘઉં વેચવા પડે ?

અછત ના અર્થશાસ્ત્રમાં હમેશા ઔદ્યોગિક વસ્તુઓ ખેતની વસ્તુઓ કરતા વધુ જ મહત્વ મેળવે અને સેવા ક્ષેત્ર તો અદ્ભુત આવકો મેળવે જે ખેત ઉત્પાદનો કરતા ક્યાય આગળ રહે જેમકે દાય્રાનો એક કલાકાર એક દીવના લાકાહ રૂપિયા લે આટલા રૂપિયા કમાવા માટે ખેડૂત કેતુ ઉત્પાદન વેચે ?  માટે જ આવકો કરતા ઉત્પાદનના સીધા આકડા જ વધારે અગત્યના અને આકડા ઉપર ભરોસો તોજ રખાય જો તે ખરેખર નોધાયા હોય પ્રમાણિકતા પૂર્વક ભેગા થયા હોય .

ભારતમાં વર્ષો સુધી અભણ ગરીબ અને ગરમીન પ્રજાના આર્થિક વ્યવહારો નું મુલ્ય જાની શકાયું જ નથી માટે આપડી ખરી પ્રગતી નોધાઇ શકી નથી એક વાત એ પણ યાદ રાખવાની કે દેશની કુલ આવક ની તુલાન કરવામાં દેશની વસ્તી નું માપ પણ યાદ રાખવું …અત્યારે જ જુવો દેશમાં બે ત્રણ મહીનાનના લોક ડાઉન પછી અર્થ તંત્ર ખુલે ત્યારે દેશમાં માત્ર પડવા આખડવાથી બેત્રણ કરોડ મોબાઇલ નવા ખરીદવાના થાય અને સ્કુલો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ માટે પાચ સાત કરોડ માબાપ ને મજબુરી થી સ્માર્ટ ફોન ખરીદવા પડે તો દુનિયાના ઘણા દેશીની કુલ વસ્તી જેટલી માંગ બજારમાં થાય માત્ર અમેરિકાની તુલનામાં જુવો તો અમેરિકાની પદર થી વીસ ટકા વસ્તી જેટલી માગ થઇ કહેવાયા. દોઢ બે કરોડ ની વસ્તી વાળા દેશની કુલ રાષ્ટીય આવક માં આટલી ખરીદી થી એક થી બે ટકા નો વધારો થઇ જાય મોટા પ્રોઝેકટો ની મોટી અસર નાના લોકો ની નાની અસર જી ડી પી દ્વરા ચર્ચા માં એક વાત યાદ રાખવી કે તે આર્થિક અસમાનતા નથી બતાવતી એ તમારે પોતે જોવી પડે છે દેશના બે ત્રણ ટકા ઉદ્યોગપતિઓ જો હાજર કરોફ્દના પ્રોઝેક્ત ચાલુ કરે સરકાર બુલેત્ત્રેન મેત્રોત્રેન સીપ્લેન જેવા મેગા પ્રોઝેક્ત માં રોકાણ કરે તો વાર્ષિક રાષ્ટ્રીય ઉત્પાદન પર આ મોટા રોકાણો ની અસર દેસ્ખાય અને એની સામે કરોડો ખેડૂતો નું લાખો તન ઉત્પાદન નિષ્ફળ જાય.

પેદાશોના ભાવ ન મળે તો એની એક તકો અસર માંડ દેખાય  એટલે એક બાજુ સોનાનો ભાવ આસમાને હોય શેર બજાર તેજીમાં હોય છતાં આર્થિક વૃદ્ધિ ડર માં એકાદ તકો પણ ઘટાડો થાય તો તે ચોક્કસ લાખો લોકોએ રોજી ગુમાવી હશે કરોડો ખેડૂતો એ કઈ ગુમાવ્યું અહ્સે તે સાબિત કરેછે કારણકે ખેતી ની આવકની જેમ ખેતીના વ્યાપક નુકશાનની જી ડી પીમાં ખુબ નાની નોધ થાય છે ઓછી અસર થાય છે. અને દેશની આર્થિક સ્થિતિ માપવાનો શ્રેષ્ટ રસ્તો આપડી અને આપડી અજુ બાજુ ની આર્થિક હાલત પર નજર રાખવાનો છે.

શું આપડી થાળી માં રોટલી સુરક્ષિત થઇ ? આપડો ધંધો આશાસ્પદ બન્યો આપડું જીવન ધોરણ સુધર્યું ?બાકી જી ડી પી નું તો એવું છે કે તમે અગનમાં ઉભેલા લીલા છમ ઝાડ ને કાપી લાકડા વેચી મારો તો રાષ્ટ્રીય આવક વધે કારણ તમને લાકડું વેચ્યાની આવક થઇ પણ તમે તમારા આગણામાં વૃક્ષ ઉગાડો તો તે રાષ્ટીય આવક વધારતા નથી ( હા એ વૃક્ષો કાપી ને વેચ્સો ત્યારે જરૂર આવક વધશે ..દેશમાં જ્યાં દારુ બંધી નથી તેવા રાજ્યો માં દારૂના વેચાણથી રાષ્ટીય આવક વધે છે પણ જો તમે લોકોને ને મફત જમાડો તો એ રાષ્ટ્રીય આવક માં ઉમેરો નહિ કરે. ડે ઘરે ઘરડા માં બાપ પોતાના પુત્ર પુત્રીના બાળકો સાચવે તો એ રાષ્ટ્રીય આવક માં વધારો કરતા નથી પણ જો એ જ બાળકો ને સાચવવા બેબી સીટર રખાય અને તેને પગાર ચૂકવાય તો તે જી ડી પી માં ગણાય છે …આઈ કુછ બાત સમજમે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top