વર્તમાનમાં જ સંપન્ન થયેલ હોળીનાં ઉત્સવમાં હોલીકા દહનના બીજે દિવસે ‘‘હોળીમાતા’’ને શાંત પાડવા બીજે ગૃહિણીઓ પાણીની પ્રદક્ષિા કરે છે. આજ પ્રકારે શીવલીંગ કે પછી પીપળાના વૃક્ષને પાણી રેડતાની આપણે ત્યાં એક પરંપરા છે. આને સ્હેજ આગળ વધારીએ તો સમસ્ત પૃથ્વી પર જે પ્રદુષણ અને વધતા જતા તાપમાનની વિકરાળ સમસ્યા છે, તે કંઈક દૂર થઈ શકે તેમ છે. ‘ટીપે-ટીપે સરોવર ભરાય’ કહેવત અનુસાર જો આપણે ચાલવા કે ફરવા જઈએ ત્યારે આપણી પીવાના પાણીની બોટલ સાથે છોડ માટે પણ એક બોટલ લઈ જઈએ તો કેવું? માત્ર એક જ છોડને જીવંત રાખવા તેનો નિકાસ કરવાનો.
પ્રારંભમાં આપણે એકલા જ હોઈ શકીએ, પરંતુ ‘‘વૈશાખની બપોર’’ શરૂ થતા છોડ તે પાણી પાનારાઓની સંખ્યા વધતી જશે. માત્ર ઉપદેશ માટે આ નથી લખતો મે આ કામ થોડાક સમયથી શરૂ કર્યું છે. બાગના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલી કમ્પાઉન્ટ વોલના આ ચાર-પાંચ છોડવાઓને અવારનવાર પાણી પાઉ છું. પ્રદૂષણ ઉપરાંત ‘જીવદયા’ માટે પણ આ એક અગત્યનું પગલું છે. વૈજ્ઞાનીક જગદીશચંદ્ર બોઝે તો સાબિત પણ કર્યું છે કે વનસ્પતિમાં પણ જીવન છે.
સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
15Gમાં ફોર્મ ભરવાની ઔપચારિકતા કેમ?
નાણાંમંત્રીના નવા બજેટ અનુસાર વાર્ષિક બાર લાખ સુધીની આવક સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. જુના સ્લેબ અનુસાર માર્ચ 2025 સુધી મુકેલી FDના વ્યાજ અંગે સામાન્ય વ્યક્તિ માટે 40,000/- વરિષ્ઠ નાગરિક માટે 50,000/- વાર્ષિક વ્યાજ માટે 15 G ફોર્મ ભરવામાં પડે છે. એપ્રિલ 2025 આ નિયમો ફેરફાર અનુસાર સામાન્ય વ્યક્તિ માટે 50,000/- અને વરિષ્ઠ નાગરિક માટે 100,000/- લીમીટ વધારી છે.પ્રશ્ન એ છે કે જો નવા બજેટ અનુસાર 12,00,000/- ની વાર્ષિક આવક ટેક્સ ફ્રી છે તો FDમાં વ્યાજની આવક મર્યાદા વધારવા કરતા આ ફોર્મ ભરવાની ઔપચારિકતામાંથી સંપૂર્ણ મુક્ત કરવા જોઈએ જેથી વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકોને રાહત મળે આ અંગે નાણાં મંત્રી અને RBI પ્રજાનાં હિતમાં વિચારશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.