Vadodara

કલાદર્શન ચાર રસ્તા પાસે આવાસોની કામગીરી ઠપ્પ

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબો માટે નુર્મ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ કામ ચાલુ છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં બની રહેલા નુર્મ યોજના હેઠળ બનતા મકાનોની કામગીરી થપ્પ હાલતમાં જોવા મળી રહી છે. હજુ તો આજવા રોડ પર સયાજીપુરા ખાતે આઠ વર્ષ અગાઉ 1972 મકાનનું કામ ચાલુ કર્યું હતું, જે હજી પણ પૂરું થયું નથી, અને લોકોને રહેવા માટે મળી શકતા નથી. ત્યારે શહેરના કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ નુર્મના આવાસોની પણ કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ આ આવાસો ૨૦૧૮થી શરૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે સોસાયટી વાળાઓએ પણ વિરોધ કર્યો હતો. આ જે આવાસો બનાવવામાં આવી રહ્યા છે તે આવાસોમાં વપરાતા સળિયા અને પ્લેટો નીચલી કક્ષાના હતા અને હલકી ગુણવતા વાળા જોવા મળ્યા હતા ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર જે મકાનો હતા તે મકાનો તોડી પાડીને નુર્મના આવાસો બનાવવામાં આવી રહ્યા છે પરંતુ હલકી ગુણવત્તા વાળા સળિયા અને પ્લેટો વાપરતા રહીશોએ વિરોધ કર્યો હતો.

અગાઉ તો જે લોકોના મકાનો તોડી પડ્યા હતા તે મકાન માલિકોને તો છ થી આઠ મહિનાનું ભાડું પણ નહતો ચુકવ્યું હતું. જેથી રહીશોએ વિરોધ કર્યો તો તેમના ખાતામાં ભાડાના પૈસા પણ ખાતામાં નાખી દેવામાં આવ્યા હતા. વધુમાં માહિતી મળી હતી કે પાલિકા દ્વારા બિલ્ડરને ફાયદો કરવા માટે નુર્મના મકાનો બનાવવા અવરોધ ઉભો કરાય રહ્યો છે. જેથી જેટલું લાંબુ સમય કામ બંધ રહે તેટલું બિલ્ડરનું મીટર ચાલુ રહે તેવું જાણવા મળ્યું હતું. વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે નુર્મ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
અને અમુક નુર્મ યોજના હેઠળ તૈયાર થઇ ગયેલા મકાનોમાં શહેરીજનો રહેવા પણ જતા રહ્યા છે.

ત્યારે અમુક નુર્મ યોજના હેઠળ બનતા મકાનોની કામગીરી હાલ ઠપ્પ હાલતમાં જોવા મળી રહી છે. જેને પગલે રહીશોનું કહેવું છે કે પાલિકા દ્વારા બિલ્ડરને લાભ કરાવવા માટે મકાનોની કામગીરી બંધ કરવી છે અને બિલ્ડર દ્વારા પણ આ નુર્મના જે મકાનો બનાવવામાં આવી રહ્યા છે તે મકાનોમાં સળિયા અને પ્લેટો પણ હલકી ગુણવત્તા વાડી જોવા મળી રહી છે. જેથી અમે વિરોધ પણ કર્યો હતો અને તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું છતાં પણ પાલિકાના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને અમને અમારા મકાનો પણ મળી રહ્યા નથી તેવું કહી પાલિકા તત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Most Popular

To Top