વડોદરા : મહાનગરપાલિકા દ્વારા અગાઉ બનેલા જર્જરિત આવસો નું રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે તેની દરખાસ્ત સ્થાયી સમિતિ માં પરત થઈ હતી. અગાઉ સામાન્ય સભામાં પોલીસી મંજૂર થઈ ગયું હોવા છતાં પણ સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી. દરખાસ્ત મુકનાર દરખાસ્તની ભલામણ કરના મ્યુનિસિપલ કમિશનરને ખબર જ નથી કે અગાઉ સામાન્ય સભામાં પોલિસી મંજૂર થઈ ગઈ છે. તાંદલજા, તરસાલી, નવીધરતી , બાવચાવાડ, જેતલપુર સહિતના વિસ્તારોમાં આવાસો બનાવી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાળવ્યા હતા. જે હાલ જર્જરિત થઈ જતા મકાનના પુનનિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમના અમલીકરણ માટે પ્રથમ તબક્કામાં તાંદલજા સનફાર્મ રોડ ખાતેના આવાસોનો સમાવેશ કરવા નીતિ વિષયક નિર્ણયની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્થાયી સમિતિ માં દરખાસ્ત પરત મૂકવામાં આવી હતી. ભાઈ સમિતિ અને સામાન્ય સભામાં અગાઉ એક નીલગીરી આવાસ યોજના નહીં. પરંતુ શહેરની સરકારી અર્ધસરકારી ખાનગી અને કોર્પોરેશન દ્વારા જે જર્જરિત છે તેને રીડેવલપમેન્ટ માટેની સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે.છતાં પણ દરખાસ્ત મુકનાર અને દરખાસ્ત ની ભલામણ કરનાર મ્યુનિસિપલ કમિશનરને ખબર જ નથી કે અગાઉ આ પોલીસી સામાન્ય સભામાં મંજૂર થઈ રહી છે. એફોર્ડબલ હાઉસિંગ અને નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે .જર્જરિત છે તેને રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
3 નવી વહીવટી કચેરી સ્થળમાં ફેરફાર કરવાની પુરવણી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર
વડોદરા : વડોદરા કોર્પોરેશન નવી સાત વહીવટી વોર્ડ કચેરી આગામી ૧લી એપ્રિલથી શરૂ કરવા જઈ રહ્યું છે.સ્થાયી સમિતિમાં 3 નવીન વહીવટી વોર્ડ કચેરીના સ્થળમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ઇલેક્શન વોર્ડ દીઠ વહીવટી કચેરી બનતા હવે નગરજનોને રાહત થશે. અગાઉ ઇલેક્શન વોર્ડ 19 અને વહીવટી વોર્ડ હતા હવે નાગરિકો માટે અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેથી નાગરિકોને ફરિયાદ જલદીમાં જલદી નિરાકરણ આવી જશે.
સુશાસન સપ્તાહ અંતર્ગત રજૂઆત કરવામાં આવી હતી અને સ્થાયી સમિતિ અને સભામાં મંજૂર થતાં જે વિસંગતતા હતી એ દૂર થશે હવે ઇલેક્શન વોર્ડ 19 અને વહીવટી વોર્ડ 19 થશે નવા 7 વોર્ડમાં નાગરિકો માટે ફર્નિચર, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ, પંખા સહિતની વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે સ્થાયી સમિતિમાં એક પુરવણી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ત્રણ નવી વહીવટી વોર્ડ કચેરીના સ્થળમાં ફેરફાર કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી .જે ઇલેક્શન વોર્ડ 13 શહેરના વોર્ડ 5 વોર્ડ કચેરી બનાવવામાં આવશે જ્યારે ઇલેક્શન વોર્ડ 9ના વર્ગ 10 માં વોર્ડ કચેરી બનાવવામાં આવશે જ્યારે ઇલેક્શન વોર્ડ-19 ના મકરપુરા જીઆઇડીસી કોર્પોરેશનના ગોડાઉન ખાતે વોર્ડ કચેરી બનાવવામાં આવશે તેનું સ્થળ ફેરફારની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.નાગરિકો ના કામ સરળ થઈ શકશે. આગામી ૧ એપ્રિલના રોજ જે તે વિસ્તારમાં કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા નવીન વોર્ડ ઓફીસ નું લોકાર્પણ કરવામાં આવશે.