પશ્ચિમી એશિયામાં તણાવની આગ ખૂબ વધી ચૂકી છે. ઇઝરાઇલે તા.13જૂન 2025ના રોજ શુક્રવારની વહેલી સવારે ‘ઓપરેશન રાઇઝીંગ લાયન’ની હેઠળ ઇરાન પર હમણાં સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

આ હુમલામાં ઇઝરાઇલે ઇરાનના પરમાણું ઠેકાણાઓને ભારે નુકશાન પહોંચાડ્યું છે, જેનાથી આખા વિસ્તારમા ભૂકંપ જેવા આંચકાનો અનુભવ થયો છે. ઇઝરાઇલે ઈરાનના નતાંઝ પર હુમલો કર્યો હતો. જયાં ઇરાન ‘યુરેનિયમ સંર્વધન’ એટલે કે યુરેનિયમ એનરીચમેન્ટની પ્રક્રિયા ચલાવતું હતું.

ઇરાને જાતે જાહેર કર્યું કે, નતાંઝ સાઇટને ભારે નુકશાન પહોચ્યું છે. નતાંઝ સાઇટની આજુબાજુની ઇમારતો પણ ભોંયભેગી થઇ ગઈ છે. તે વિસ્તારમાં ઉભેલા વાહનો પણ નુકશાન થયું છે. રસ્તા પર કાટમાળ અને ગાડીઓના તૂટેલા કાંચ જોવા મળી રહ્યાં છે.
હુમલો થયાના થોડા જ સમયમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. જાણકારી મુજબ, ઇઝરાયેલની સ્પાય એજન્સી અને સૈન્ય યુનિટ્સે ઇરાનના મુખ્ય પરમાણું વૈજ્ઞાનિકોને નિશાના બનાવ્યા હતા.

આ હુમલો ફક્ત ટેકનિકલ જગ્યાઓ પર જ નહી, પરંતુ માનવ સંશાધન પર પણ થયો છે. જેથી ભવિષ્યમાં પરમાણુ યોજનાને ફરી જીવંત કરવું મુશ્કેલ બનશે. ઇઝરાયેલે ઇરાનની બૈલેસ્ટિક મિસાઇલ નિર્માણ સુવિધાઓ પર પણ હુમલા કર્યા છે. આ હુમલાએ ઇરાનના મિશાઇલ પ્રોગ્રામને ગંભીર ઝટકો આપ્યો છે.

રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ પ્લેન કોઇ પણ જાતની મુશ્કેલી વગર તેહરાન સુધી પહોચ્યું અને આકાશમા ઉડતા સીધા હુમલા કર્યા. મિશાઇલથી કરવામાં આવેલા આ હુમલા એટલા ઘાતક હતા કે મિસાઇલો ઘરની અંદર ઘુસી છે. હુમલા પછી આગના ગોળા ઉઠ્યા અને ચારેય બાજુ ધુમાડો જ દેખાવા લાગ્યો.

આ ઇઝરાઇલી હુમલામાં ઇરાનના સશસ્ત્રબળના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ હુસૈન બઘેરીનુ પણ મોત થયું છે. આ સિવાય ઇરાનનુ બીજુ મોટું નુકશાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાંડર હુસૈન સલામીના રૂપમા થયું છે. ઇઝરાઇલના ઓપરેશન રાઇઝીંગ લાયનમાં આ બે મોટા નામ છે,જેમનું મૃત્યુ થયું છે.
જો ઇઝરાઇલી હુમલામાં મૃત્યુ પામેલાં ઇરાની વૈજ્ઞાનિકોની વાત કરીએ તો હમણાં સુધી ત્રણ પરમાણું વૈજ્ઞાનિકોના મોત થયા છે.જેમા ડો.ફિરદાયૂં અબ્બાસી, ડો. મોહમ્મદ મેહદી તેહરાનચી અને ડો. અબ્દુલ હામિદનો સમાવેશ થાય છે.