વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારને વિવિધ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત પીવાના પાણીના કારણે અને વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાથી મચ્છર જન્ય રોગો એ માથું ઊંચક્યું છે.ચિકનગુનિયા, ડેન્ગ્યુ ,ટાઈફોડ, મલેરિયા,તાવ સહિત બીમારીઓ એ વિસ્તારમાં ઘરે ઘરે થઈ ગઈ છે .કોંગ્રેસના કાઉન્સિલર બાળું સુર્વે આરોગ્ય શાખા દ્વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી..ફાયલેરિયા શાખા દ્વારા વિસ્તારમાં ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં નાગરિક પીવાનું ચોખ્ખું પાણી આપી શકતી નથી. તેના કારણે નાગરિકોને બીમારીનો ભોગ બનવું પડે છે. શહેરના નવાપુરા વિસ્તારની છેલ્લા કેટલાક મહિનાથી દુષિત અને કાળું પાણી વિસ્તારમાં આવી રહ્યું છે તેના કારણે વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે
.નવાપુરા વિસ્તારની રાજરત્ન સોસાયટી, રાજસ્થભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ, શિયાબાગ ,બકરા વાડી, વિજય સોસાયટી, રાજદીપ સોસાયટી સેન્ટ્રલ જેલ કમ્પાઉન્ડ જેવા વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વિસ્તાર ના હોસ્પિટલ રોગચાળાના કારણે ફુલ થઇ ગયા છે. સ્થાનિક રહીશ જયશ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાનું દૂષિત અને કાળું પાણી આવી રહ્યું છે. વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ચિકનગુનિયા ,ડેન્ગ્યૂ ટાઇફોઇડ, મલેરિયા, તાવ વાયરલ સહિતની બીમારીઓ ઘરે ઘરે છે. દૂષિત પાણીના કારણે સ્થાનિકોને હોસ્પિટલમાં સારવાર લેવાનું વારો આવ્યો છે. અસંખ્ય કેસો આ વિસ્તારમાં રોગચાળાના કારણ જોવા મળ્યા છે. જેથી પાલિકા તંત્ર વિસ્તારમાં આવે અને કામગીરી કરે જેથી પીવાનું ચોખ્ખું પાણી આપે.
કાઉન્સિલર બાળુ સૂર્વેએ ફાયલેરિયા શાખાની ટીમ સાથે વિસ્તારની મુલાકાત લઈ સર્વે કર્યો
સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર બાળું સુર્વે મહાનગરપાલિકામાં જાણ કરતાં મહાનગરપાલિકાની ફાયરેલીયા શાખા ની ટિમ સોસાયટીઓમાં પહોંચી હતી. ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે પાલિકાએ જે કામગીરી કરવામાં આવી તે કામગીરી અગાઉ કરવામાં આવી હોત તો વિસ્તાર માં આજે જે કેસો જે વધી રહ્યા છે તે વધે નહીં. પાલિકાની ફાયલેરિયા શાખા એ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. ઘરે ઘરે ગોળી આપવી જોઈએ પરંતુ એ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી નથી .નવાપુરા વિસ્તાર નહીં પરંતુ વડોદરા શહેરમાં જે વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોય તેને જ વપરાતી હોય જે વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો હોય એ તમામ વિસ્તારમાં પાલિકાએ કામગીરી કરવી જોઈએ.