ભરૂચ: તારૂ મકાન અમને કેમ આપતો નથી કહીને ભરૂચના દાંડિયાબજારમાં મકાનમાલિકને ચાર ઇસમોએ પાઈપ વડે માર મારીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી.
ભરૂચના લોઢવાડનો ટેકરો દાંડિયાબજારમાં રહેતા ૪૫ વર્ષીય નરેશભાઈ કિશનભાઈ કહાર મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તા-૧૧/૩/૨૦૨૨ના રોજ રાત્રે તેઓ જમીને સુઈ ગયા હતા.એ મધરાત્રે ભરૂચ જલધારા સોસાયટી, GIDC પાસે રહેતા કૃપેશ ઉર્ફે ઉમેશ શંકરભાઈ કહારે ઉઠાડીને નરેશભાઈને ઉગ્રસ્વભાવે કહ્યું કે તારૂ મકાન અમને આપી દે.એમ કહીને ગાળાગાળી કરી હતી.જે બાબતે નરેશભાઈ કહ્યું કે ગાળ બોલવાનું બંધ કર.જે બાબતે કૃપેશ કહારે ઉશ્કેરાઈને લોખંડના પાઈપ વડે નરેશભાઈના માથામાં મારી દીધું હતું.આ ઝપાઝપીમાં તેમની સાથે આવેલો મનોજ શંકર કહાર હાથમાં તલવાર લઈને ગમેતેમ ગાળો બોલતો હોતો.તેઓનું ઉપલાણું લઈને તેનો છોકરો રિષી મનોજભાઈ કહાર અને યુગ મનોજભાઈ કહાર દોડી આવીને ઢીકાપાટુંનો માર માર્યો હતો.નરેશભાઈનો ભાઈ વચ્ચે પડતા છોડાવ્યા હતા.જતા જતા તેઓ કહેતા હતા કે અમને મકાન નહિ આપે તો તારા ટાંટિયા તોડી નાંખીશુંની ધમકી આપી હતી.નરેશભાઈને ઈજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.જે બાબતે કૃપેશ કહાર સહીત ચાર ઈસમોની વિરૂદ્ધમાં મારામારી અને ધમકી આપતા એ-ડીવીઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
લો બોલો પાણી પુરવઠાની મંજુર થયેલી ટાંકી માટે જગ્યા બતાવવા જતાં મારામારી
વ્યારા: ઉચ્છલના ભડભુંજામાં ગાંધીનગર (Gandhinagar) ફળિયામાં વિપુલ શંકરભાઇ ગામીતના મકાન પાસે ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા તરફથી પાણીની સ્ટેન્ડ વાળી ટાંકી મંજુર થઈ છે. ત્યાં કોન્ટાકટરને (Contractor) જગ્યા બતાવવા માટે ભડભુંજા ગામે ડોગાલી ફળિયામાં રહેતા રતિલાલ હોળીયાભાઇ ગામીત (ઉ.વ.૩૭) અને સાકરીયા ચેમટીયાભાઇ ગામીત સાથે ગયા હતા. તે વેળાએ તા.૧૨મી માર્ચે સવારે ૮:૪૫ વાગેના અરસામાં ત્યાં રહેલા નિલેશ દરદુભાઇ ગામીત, નેહરૂ હોનીયાભાઇ ગામીત રતિલાલ પાસે આવી ગાળો આપી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી સાકરીયાભાઇને મારવા માટે પાવડો ઉઠાવ્યો હતો. બંને શખ્સ સામે પોલીસે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.