હ્યાત્ત, તાજ, ITC, લીલા પેલેસએ જોબ ઓફર કરી
ઈન્ડિગો, સ્પાઈસ જેટ,વિસ્તારામાં એવિએશનના વિધાર્થીઓની માંગ
વડોદરા, જૂન, 2025: ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રવાસન, આંતરરાષ્ટ્રીય મુસાફરી અને હોસ્પિટાલિટી સેવાઓમાં ઝડપી વૃદ્ધિને કારણે એવિએશન અને હોટલ મેનેજમેન્ટ સેક્ટર કારકિર્દીની વિશાળ તકો ઓફર કરે છે. ભારત અગ્રણી ટ્રાવેલ હબ તરીકે ઉભરી રહ્યું છે તેમજ વૈશ્વિક ટુરિઝમ સેક્ટરની મજબૂત માંગને જોતાં કેબિન ફ્ર. એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, હોટલ મેનેજર્સ, ઈવેન્ટ પ્લાનર્સ અને ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ જેવી ભૂમિકાઓમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની બે ઉજ્જવળ તકો જોવાઈ રહી છે.
NAAC A++ માન્યતા ધરાવતી પારૂલ યુનિવર્સિટીએ આ સેક્ટરમાં ઉભરતી તકોને લક્ષ્યમાં રાખતાં તેના એવિએશન અને હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની માંગ અનુરૂપ સ્કીલ, પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ અને ગ્લોબલ એક્સપોઝરથી સજ્જ કર્યાં છે, જેના પરિણામે પ્રતિષ્ઠિત એરલાઈન, લક્ઝરી હોટલ અને ટુરિઝમ કંપનીઓ વગેરેએ વિદ્યાર્થીઓને આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી છે.

ગુજરાત સરકાર પાસેથી સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો ધરાવતી તથા QS I-GAUGE ઇન્ડિયન યુનિવર્સિટી રેટિંગ્સમાં ડાયમંડ રેટિંગ ધરાવતી પારૂલ યુનિ.ના સાક્ષી પડિને એર ઇન્ડિયા, ઝોયા ઉસ્માનીને ઇન્ડિગો, સુજલ પાવરને જેડબ્લ્યુ મેરિયોટ સહિતની અગ્રણી કંપનીઓએ જોબ ઓફર કરી છે. બીજી તરફ મિરર લેક ઇનએ માનવ પટેલને વાર્ષિક રૂ. 45.98 લાખ, ક્રાઉન પ્લાઝા બાય આઇએચજીએ પ્રથમ પંડ્યાને વાર્ષિક રૂ. 45 લાખ, વેદાંત મહેતાને મિલેનિયમે વાર્ષિક રૂ. 35 લાખની જંગી સેલેરી ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની પ્લેસમેન્ટ સિઝનમાં એવિએશન અને હોટલ મેનેજમેન્ટની 200થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો અને દરેક વિદ્યાર્થીઓને જોબ ઓફર સાથે યુનિ.એ 100 ટકા પ્લેસમેન્ટની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. યુનિ.એ એવિએશન અને હોટલ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક
વિશિષ્ટ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા અભ્યાસક્રમો ઓફર કરે છે. બેચલર્સ અને ડિપ્લોમા કોર્સિસ ઉપરાંત ફૂડ એન્ડ બેવરેજ ઓપરેશન, ફૂડ પ્રોડક્શન ઓપરેશન, ફ્રન્ટ ઓફિસ ઓપરેશન અને હાઉસ-કિપિંગ ઓપરેશનમાં સર્ટિફિકેટ કોર્સ પણ ઓફર કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોર્સિસની વિશાળ શ્રેણીમાંથી તેમની જરૂરિયાત અને અનુકૂળતા મૂજબના કોર્સના વિકલ્પની પસંદગી મળી રહે.
ઇન્ડિગોના ચીફ ઓફિસર સાથે પારૂલ યુનિ.ના એવિએશનના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્સ્પોઝર

વિદ્યાર્થીઓને વૈશ્વિક એવિએશન ઈન્ડસ્ટ્રીની વાસ્તવિક જાણકારી મળી રહે અને તેઓ જોબ-રેડી સ્કીલથી સજ્જ બને તેવા લક્ષ્ય સાથે યુનિ. ખાતે નિયમિતરૂપે વિવિધ સેશન્સનું આયોજન કરવામાં આવે છે. આ પહેલ અંતર્ગત આયોજિત સેશન “ફ્લાઇંગ સ્માર્ટ: ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એટ ઈન્ડિગો”માં એરલાઈન્સના ચીફ ડિજિટલ એન્ડ ઇન્ફર્મેશન ઓફિસર નીતન ચોપરા ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યાં તેમણે કહ્યું હતું કે, તમે શું જૂઓ છો અથવા સાંભળો છે તેના કરતાં તમે શું અનુભવો છો, તે વધુ મહત્વપૂર્ણ છે. અનુભવ મહત્વપૂર્ણ છે અને દરેક પરિવર્તનની શરૂઆત તમારી અંદર જ છે. આ ઉપરાંત ઇન્ડિગોના વાઈસ પ્રેસિડેન્ટ નેહા નારાયણ “વુમન ઇન ધ સ્કાય: રિડિફાઇનિંગ લીડરશીપ ઇન એવિએશન” શિર્ષક હેઠળ આયોજિત સેશનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે એવિએશન સેક્ટરમાં મહિલાઓની વધતાં પ્રભાવ અને ભૂમિકા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. મહત્વપૂર્ણ { છે છે કે કે પારૂલ પારૂલ યુનિ. ના વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ પ્રતિભાથી આકર્ષાઈને ઇન્ડિગો, સ્પાઈસ જેટ, એર ઇન્ડિયા સહિતની એરલાઈન્સે તેમને આકર્ષક સેલેરી સાથે જોબ ઓફર કરી છે.
યુનિવર્સિટીના પ્રોફેશનલ કોર્સિસ ડિપ્લોમા અને બેચલર્સ પ્રોગ્રામ
એવિએશન, હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેક્નોલોજી