ગાંધીનગર: (Gandhinagar) આજે રવિવારે રાજયમાં ગરમીનો (Hot) પારો સરેરાશ 38 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો. જયારે હવામાન વિભાગના (Meteorological Department) વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિ’ પછી રાજયમાં ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે.
અમદાવાદમાં એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રવિવારે સરેરાશ ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો. જેમાં અમદાવાદમાં 38.8 ડિ.સે., ડીસા 38.6 ડિ.સે., ગાંધીનગરમાં 38.6 ડિ.સે.,વડોદરામાં 37.4 ડિ.સે., સુરતમાં 35.9 ડિ.સે., વલસાડમાં 35.0 ડિ.સે., અમરેલીમાં 38.9 ડિ.સે., ભાવનગરમાં 36.1 ડિ.સે.,રાજકોટમાં 38.5 ડિ.સે., સુરેન્દ્રનગર 38.8 ડિ.સે., ભૂજમાં 38.4 ડિ.સે. અને નલીયામાં 36.0 ડિ.સે. ગરમી (મહત્તમ તાપમાન ) નોંધાવવા પામ્યુ હતું.
વ્યારામાં પ્રચંડ ગરમી: દિવસનું તાપમાન ૩૯ ડીગ્રી, રાત્રીનું તાપમાન ૨૧ ડીગ્રી
વ્યારા: તાપી જિલ્લામાં રવિવારે બપોરે આકરી ગરમી, અકળામણ સાથે લોકોને લૂ લાગવાનો અનુભવ થયો હતો. જિલ્લાનાં મુખ્ય મથક વ્યારામાં દિવસનું તાપમાન ૩૯ ડીગ્રી જ્યારે રાત્રીનું તાપમાન ૨૧ ડીગ્રી નોંધાયું હતું. મોટા ભાગનાં લોકોએ બહાર તપ તપતી ગરમીમાં નિકળવાનું ટાળ્યુ હતું. જો કે નિષ્ણાતોની આગાહી પ્રમાણે આગામી અઠવાડીયામાં આ તાપમાન ૪૨ ડીગ્રી સુધી પહોંચે તેવી આશંકા વ્યક્ત કરાઇ છે. જો કે રાત્રીનું લઘુત્તમ તાપમાન ૨૨ ડીગ્રી સુધી જોવા મળે તેમ છે.