ટાલ તપાવીને ફાલુદો બનાવી દે એવી ગરમી પડે છે દોસ્ત..! માથે સળગતી સગડી લઈને ફરતા હોય એવો બફારો લાગે. આવા કાળઝાળ વાતાવરણમાં કોઈના લગનની કંકોતરી આવે ત્યારે તો એવું જ લાગે કે, શનિની દશા લોખંડના પાયે બેઠી..! લોકો પણ ખરા છે મામૂ..? સિઝનનાં અથાણાં ભરવાનું ભૂલી ગયાં હોય એમ, ભરઉનાળામાં જાગે કે, ‘હાઈલલ્લા..લોઠું પૈણાવવાનું તો હું ભૂલી જ ગયો..!
જો કે, બધા જ કિસ્સામાં આવું બનતું નથી, પણ આ તો એક વાત..! કોઈનું મોડે મોડે પણ ગોઠવાયું હોય, તો જેમ ધરતીનો છેડો ઘર, તો લગનનું મુહૂર્ત ઉનાળો..! શિયાળો હોય, ચોમાસું હોય કે, ઉનાળો…! આપણે આનંદ લેવાનો, સૌનાં છોકરાં ઠેકાણે પડવાં જોઈએ. પીઠી લાગ્યા વગરના રહી ના જવા જોઈએ. કેમકે પૃથ્વી ભરેલી રાખવાની જવાબદારી જીવતાની છે..! લગન ખાવાની જે મઝા, શિયાળામાં આવે એ ઉનાળા કે ચોમાસામાં નહિ આવે એ આપણે જાણીએ..! એમણે કંઈ બાધા થોડી લીધી હોય કે, ‘મારા ફલાણા/ફલાણીનું ચોગઠું ગોઠવાય તો હું ભરબપોરે લગન કાઢીશ..!’તકલીફ એક જ વાતની કે, ઉનાળામાં માણસ લગન ખાવા જાય કે, પરસેવો સાફ કરવા..? ગરમીમાં એવા તવાઈ જાય કે, માણસ જેવો માણસ પણ તવાઈને ‘બોનસાઈડ’થઇ જાય..!
આજકાલ સિઝેરિયન વગર પૃથ્વી ઉપર કોઈ આવતું નથી, વેન્ટીલેટર વગર ઉપર કોઈ જતું નથી ને ફેસિયલ વગર લગનમાં જવાતું નથી. પરસેવાની પાઈપ લાઈન જ એવી ફાટી નીકળે કે, ફેસિયલના પ્રતાપે જે ચહેરો ‘ચંદ્રાવલી’જેવો લાગતો હોય, એ ‘ચુડેલ’જેવો બની જાય. પરસેવાના રેલા એવા ફરી વળે કે, મોંઢા ઉપર અળસિયા લટાર મારવા નીકળ્યા હોય, એમ ચહેરો એક નકશો બની જાય. શરીરે ‘બર્નલ’લગાવીએ તો પણ ટાઢક નહિ વળે. ચોમાસું ભલે, છાકટું બની જાય તો ખેંચી કઢાય, પણ ઉનાળામાં એવા અગનગોળા ફેંકાય કે સહન નહિ થાય દાદૂ..!
ઋતુ ઋતુની વાત છે..! રાજકીય પક્ષોની માફક ઋતુઓનું ગઠબંધન પણ હોય. પક્ષની માફક, બધી જ ઋતુઓના છેડા, એક બીજી ઋતુ સાથે જોડાયેલા. જેમ કોઈ પક્ષ નકામો નથી, એમ કોઈ ઋતુ પણ નકામી નથી. શિયાળામાં ઠંડાગાર થયા એટલે, તરત ઉનાળો આવે ને ઉનાળામાં બફાયા એટલે વરસાદનાં ઝાપટાં પડવા માંડે. પછી તો જેવી જેવી કુલ્ફી તેવી તેવી સળી..! માણસની જેમ મૌસમ પણ વંઠેલ નીકળે. ઋતુ પ્રમાણે દરેકના ‘Dress code’અલગ.! રેઈનકોટ ચોમાસામાં જ પહેરાય. શિયાળામાં કે ઉનાળામાં નહિ પહેરાય.
પહેરવા જઈએ તો, પોલીસ ચલણ તો નહિ ફાડે, પણ ગાંડામાં જરૂર ખપાવે. એમ ઝીણા મલમલના કપડાં ટાઈઢમાં ચઢાવીએ તો, દાંતના નકલી ચોગઠા પણ કકળવા માંડે. (ઝીણા ધોતિયાં તો પહેરાય જ નહિ..!) કપડાં પહેરવાની કોઈ મઝાની ઋતુ હોય તો વસંતઋતુ..! રંગબેરંગી સ્વેટર ચઢાવીને કોઈના લગનમાં ગયા હોય તો, પતંગિયાં ઊડતાં હોય એવું લાગે..! સુટેડ-બુટેડમાં દેવલો પણ દેવાનંદ લાગવા માંડે.
એમાં ચોમાસાના લગનની તો વાત જ અનોખી. બ્રાન્ડેડ રેઇન-કોટ અને માથે છત્ર (છત્રી) ના ઢાંકણથી માણસ એવો ઢંકાઈ જાય કે, ઉઘરાણીવાળો પણ ઓળખી ના શકે..! જેવો ઉનાળો આવે એટલે બધું અભરાઈએ ચઢવા માંડે. બધી ઋતુમાં રસોઈની ‘ચોઈસ’મળે પણ, ઉનાળામાં લગન નીકળે એટલે લગનની રસોઈની વેરાઈટીમાં પણ ટાંચ આવી જાય. ચોમાસામાં ઊંધિયું કે ઉબાડિયાના ટેસડા અને રસ-પુરીના સબડકા નહિ લેવાય..! ભલે આપણો ચાંલ્લો છૂટી પડે, પણ “સબકા માલિક એક”ની માફક શીખંડ તો હોય જ..! ‘ફ્રોજન-ફ્રોજન’વાળું બધું મળે ખરું, પણ ‘ટેસડા’નહિ આવે.
નકલી ટોલનાકા, નકલી પોલીસ, નકલી નોટ, નકલી ઘી ના જેવી જ ફીલિંગ આવે.એ તો સારું છે કે, બોર્ડની પરીક્ષામાં નકલી પરીક્ષાર્થી નીકળે એમ, લગનના મામલામાં આખી જાન નકલી આવતી નથી. શું કહો છો ચમનિયા..? ઉનાળો એટલે ઉનાળો..! ‘પરસેવા’કરવાવાળો પણ પરસેવે રેબઝેબ થઇ જાય. ચામડીનો કલર બદલી નાંખે એવી ગરમી તૂટી પડે ત્યારે, શરીર કોઈ સરોવર હોય એમ પરસેવાનાં ઝરણ ફૂટવા માંડે. કંકોતરી પણ લ્હાય-બંબા જેવી લાગે.
ઘડીક વિચાર આવે કે, બિચારાં નવદંપતીની હાલત કેવી થતી હશે..? હનીમુન માટે હિમાલયની ટોચ ઉપર જવા સિવાય કોઈ મેળ જ નહિ પડે. સિવાય કે, Abroad ઠંડા પ્રદેશમાં જવાના હોય..! આ તો એક ગમ્મત..! જો કે, વ્યવહારમાં રહેવું હોય તો, ઉનાળાના લગન પણ સહેવાં પડે. ભલે, આખા શરીરે બરફ ઘસવો પડે. પણ કોઈ ઠેકાણે પડતું હોય તો, અવશ્ય જવાય..! લગનનો મામલો રહ્યો એટલે, ટુવાલ વીંટીને તો લગનમાં નહિ જવાય. પણ વાજાવાળાની માફક જરકસી જામાવાળાં કપડાં ચઢાવીને નહિ જવું, બાવા આદમનો ડગલો હોય ને, બગલમાંથી ફીટ પડતો હોય ત્યારે, તકલીફ એ વાતની થાય કે, લગનમાં નાચવા જાય કે, ઘવડવા? વરરાજાને તો એનો અણવર પણ ઘવળી આપે, આપણને કોઈ લાલ મદદ કરવા નહિ આવે..! આપણું દુ:ખ આપણે જ પંજેલવાનું…! તંઈઈઈઈઈ!
લાસ્ટ ધ બોલ
શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે, “શિયાળામાં વેકેશન ટૂંકું અને ઉનાળામાં કેમ લાંબુ હોય છે..?
ચમનિયો કહે, “સાહેબ, ઠંડીથી પદાર્થ સંકોચાય છે, ને ગરમીથી પદાર્થ ફૂલે છે ..!’’
તારા કપાળમાં કાંદા ફોડું..!
( રમેશભાઈ ચાંપાનેરી ‘ રસમંજન ‘ )
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.