કીમ : સુરત જિલ્લાના કીમ ચારરસ્તા (Keem Charrasta) અને પીપોદરા વચ્ચેના સર્વિસ રોડ પર (Service Road) ભેસ આળોટે તેટલા મોટા ખાડા (Big pits) પડ્યા છે. જે પણ જાણે વહીવટી તંત્ર( Administrative System) ઘોર નિદ્રા માં સુતું હોઈ એમ તંત્ર દ્વારા ખાડાઓની મરામત નહીં કરવામાં આવતા હાલમાં આ ખાડા મસ્ત મોટા ભેંસ આળોટે તેટલી હદે ભયંકર બન્યા છે આ સર્વિસ રોડ કેમ ચાર રસ્તા સહિત આસપાસના 15 ગામની જનતા તેમજ વિસ્તારની પીપોદરા જીઆઇડીસી કંપનીના વાહનો અને લોકો રાત દિવસ ઉપયોગ કરે છે જે સર્વિસ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે.
બાઈક ચાલકને માથા ના ભાગે ૩૦ જેટલા ટાંકા આવ્યા
ખાડાઓ પૂરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં ભરવામાં આવતા આ ખાડા જીવલેણ બની રહ્યા છે. રોજે રોજ અત્રે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે તાજેતરમાં બે બાઈક ચાલક ખાડામાં પટકાતા જેમાં કીમના એક બાઈક ચાલકને માથા ના ભાગે ૩૦ જેટલા ટાંકા આવ્યા હતા . જયારે અન્ય એક ને પણ પગના ભાગે ઈજા થઇ હતી આ એજ જગ્યા છે ત્યાં બે વર્ષ અગાઉ સ્થાનિક લોકો દ્વારા ગયા વર્ષે પણ ખરાબ થયેલા માર્ગ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો . ત્યારે વહીવટી તંત્ર ધ્વારા ખાડા પૂરવામા આવ્યા હતા હાલમાં આ મોટા ખાડા વિસ્તારની જનતાને મોહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયા છે યુદ્ધના ધોરણે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં નહીં ભરવામાં આવશે તો રોસે ભરાયેલી જનતા જવાબદાર તંત્ર સામે બાંયો ચડાવશે..
સર્વિસ રોડની મરામત કેમ કરવામાં આવતી નથી ?
થોડા સમય પહેલા ખુદ માર્ગ અને મકાન મંત્રી એ એવી જાહેરાત કરી હતી કે તમારા વિસ્તારમાં ખાડા પડ્યા હોઈ તો ફોટો પાડી અમને મોકલી આપજો ૧૦ દિવસ માં ખાડા પુરાવી દેશું પણ એક ખાડો હોઈ તો ફોટો પાડી મોકલ્યે કીમ ચોકડી નજીક તો આખો સર્વિસ રોડ જ ખાડા માં હોઈ તો શું મોકલ્યે ત્યારે લોક ચર્ચા મુજબ જયારે કોઈ મંત્રી કે મુખ્ય મંત્રી નો આવનાઓ પોગ્રામ હોઈ ત્યારે રાતો રાત રોડ રસ્તા બની જતા હોઈ છે . ત્યારે અત્રેના વિસ્તારમાં જનતાનો માથાનો દુખાવો બનેલ સર્વિસ રોડની મરામત કેમ કરવામાં આવતી નથી. . કીમ ચોકડી નજીક સર્વિસ રોડ પર મોટા પડેલા ખાડા ને કારણે કોઈ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા ખરાબ થયેલા સર્વિસ રોડ માર્ગની યોગ્ય ધોરણે કામગીરી કરે એ અત્યંત જરૂરી છે જો વહીવટી તંત્ર ધ્વારા નિષ્ક્રિયતા દાખવી ને સર્વિસ રોડ પર પડેલા ખાડા પુરવામાં નહિ આવેતો આજુબાજુ ના સ્થાનિક લોકો હાઇવે ચક્કા જામ કરી વિરોધ નોધાવશે તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે