National

પશ્ચિમ બંગાળના જમશેદપુર નેશનલ હાઇવે પર ટ્રેલર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત, 9ના કરૂણ મોત

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક નેશનલ હાઇવે-18 પર ટ્રેલર અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં નવ લોકોના મોત થયા છે. મૃતકોમાંથી આઠ લોકો નીમડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના લકડી ગામના છે અને તેમાથી એક વ્યક્તિ રઘુનાથપુરનો છે.

આ બધા લોકો ઇચ્છાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરુગોડા ગામમાં લગ્ન સમારોહમાં ભાગ લેવા ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા. સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક નેશનલ હાઇવે-18 પર તા.20જૂન 2025ના રોજ લગભગ સવારે 7 વાગ્યે ટ્રેલર અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં નવ લોકોના મોત થયા છે.

આ અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોમાંથી આઠ મૃતકો લીમડીહ પોલીસ સ્ટેશન હેઠળના લકડીના તિલાઈ ટાંડા ગામના રહેવાસી છે. જેમાં બીરુ મહતો, અજય મહતો, વિજય મહાતો, સ્વપન મહતો, ગુરુપદ મહતો, શશાંક મહતો, ચિત્તા મહતો, કૃષ્ણા મહતો છે. અને એક વ્યક્તિ ચંદ્રમોહન મહતો લીમડીહ પોલીસ સ્ટેશન હેઠળના રઘુનાથપુરના રહેવાસી છે.

એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કેટલાક ઘાયલોના બલરામપુર હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા.

તપાસ મુજબ, આ બધા લોકો ઇચ્છાગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારના ચિરુગોડા ગામમાં લગ્ન સમારોહમાં ભાગ લેવા ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા

Most Popular

To Top