મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના (MP) ગુનામાં ગઇકાલે લગભગ 8 વાગ્યાની આસપાસ માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. અહીં મુસાફરોથી (Passenger) ભરેલી બસ (Bus) ડમ્પર (Dumper) સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં આગ (Fire) લાગી હતી અને 13 લોકોના મોત (Death) થયા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેસેન્જર બસ ગુનાથી હારોન જઈ રહી હતી. તેમજ બસમાં મુસાફરોની સંખ્યા 30 આસપાસ હતી. દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો (Dead Body) સંપૂર્ણપણે બળી (Burned) ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ (DNA) મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની સૂચના આપી છે.
હાલ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. દરમિયાન ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રીએ મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘટના બની હતી ત્યારે શરૂઆતમાં 7 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ અને હાલ 13 લોકોના મૃત્યુની માહિતી સાંપડી છે. ત્યાર બાદ ગુના કલેક્ટર તરુણ રાઠીએ અકસ્માતની માહિતી આપતા કહ્યું કે 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે.
અકસ્માત વિષે વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ડમ્પર સાથે અથડાયા બાદ બસ પલટી ખાઈને રોડની નીચે પડી ગઈ હતી અને તરત જ બસમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા મુસાફરો આગની ચપેટમાં બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ 17 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ હાલ તેઓ સારવાર હેઠળ છે.
ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે, અને તેમના ચહેરા જોઈને તેમની ઓળખ કરવી શક્ય નથી. જેના કારણે પરિવારના સભ્યો તેને ઓળખી શકતા નથી. સમગ્ર મામલે વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે અને અકસ્માત કેવી રીતે થયો અને તેના માટે જવાબદાર કોણ તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ સાથે જ ડમ્પરની પરમીટ વગેરેની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરતા કહ્યું હતુ કે ‘આ હૃદયદ્રાવક અકસ્માતમાં અકાળે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે.’ આ સાથે જ તેમણે મૃતકોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.