SURAT

સચીન-પલસાણા ઓવર બ્રિજ પર બે ટ્રક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, કચડાયેલા કેબિનમાં ડ્રાઈવર ફસાયો

સુરતઃ શહેરના સચિન પલસાણા હાઈવે ઓવરબ્રિજ ઉપર આજે સવારે બે ટ્રકો વચ્ચે જબરજસ્ત ટક્કર થઈ હતી. ટક્કરને કારણે એક ટ્રકનો કેબીનનો ભાગ દબાઈ જતા ડ્રાઈવર તેની અંદર જ ફસાઈ ગયો હતો. અકસ્માત અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 14 ઓગસ્ટ 2024ની સવારે સચીન પલસાણા ઓવર બ્રિજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે ટેન્કર થઈ હતી. ઓવરબ્રિજ પરથી ફૂલ સ્પીડમાં MH 43 BX 1864 નંબરની ટેન્કર પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. જેથી ટેન્કરના આગળનો કેબિનનો ભાગ પડીકું વળી ગયું હતું. ટક્કરને કારણે ટેન્કરનો કેબિનનો ભાગ દબાઈ ગયો હતો, જેની અંદર ડ્રાઈવર મોહમ્મદ રિઝવાન (ઉં.વ.45) ફસાઈ ગયો હતો. જેથી તાત્કાલિક પોલીસ અને ભેસ્તાન ફાયર સ્ટેશન ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દરમિયાન બે ભારે વાહનો વચ્ચે જોરદાર અકસ્માત થતા ઓવર બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રાફિક જામ હોવાને કારણે ફાયરના જવાનોએ ઘટના સ્થળ સુધી પહોંચવા માટે રોંગ સાઈડથી જવું પડયું હતું.

ફાયરવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કટર સહિતના સાધનો દ્વારા ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પતરા કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો. ડ્રાઈવરને બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Most Popular

To Top