World

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના દુઃખદ મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક માર્ગ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. સોમવારે એક અધિકારીએ આ અકસ્માત અંગે માહિતી આપી. ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જરાનવાલામાં એક પેસેન્જર બસ અને ત્રણ પૈડાવાળા વાહન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન લોકોએ પણ શક્ય તેટલી મદદ કરી.

આ રીતે થયો અકસ્માત
પ્રવક્તાએ જણાવ્યું હતું કે બસ જરાનવાલાથી લાહોર જઈ રહી હતી ત્યારે તે એક થ્રી-વ્હીલર સાથે અથડાઈ હતી. ટકકર પછી બસ રસ્તા પરથી ઉતરી ગઈ. રસ્તા પરથી ઉતરી ગયા પછી બસ નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ. “આઠ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ૧૦ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણના મોત થયા હતા. વધુ ત્રણ ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે,” તેમણે જણાવ્યું.

કટોકટી બચાવ સેવાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અકસ્માતમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ નવાઝે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top