National

લેહમાં ભયાનક અકસ્માત, બસ 200 મીટર ઊંડી ખીણમાં પડી, છ લોકોના મોત, 19 ઘાયલ

લેહના દુર્ગુક વિસ્તારમાં ગુરુવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક સ્કૂલ બસ દુર્ઘટનાગ્રસ્ત થઈને 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી મળી રહી છે કે છ લોકો માર્યા ગયા છે. લગભગ 19 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

લેહના દુર્ગુક વિસ્તારમાં થયેલ સ્કૂલ બસ અકસ્માતની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. લેહના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ઘાયલોને આર્મી અને સીએચસી તાંગત્સે આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે.

જે બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ છે તેમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. બસમાં બે બાળકો અને 23 સ્કૂલ સ્ટાફ સહિત 25 જેટલા મુસાફરો સવાર હતા. બસ એક કર્મચારીના લગ્નમાં હાજરી આપવા માટે દુર્બુક જઈ રહી હતી ત્યારે દુર્બુક વળાંક પાસે તે ઊંડી ખીણમાં પડી હતી.

ત્રણ હેલિકોપ્ટર બચાવ કાર્યમાં તૈનાત
ઈજાગ્રસ્તોને લેહની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા માટે વહીવટીતંત્રે ત્રણ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ભારતીય સેના, લદ્દાખ પોલીસ, મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેમણે સાથે મળીને ઘાયલોને આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

Most Popular

To Top