Dakshin Gujarat

નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એઓસિએશન દ્વારા સન્માન સમારોહ યોજાયો

ધી નવસારી ડીસ્ટ્રીક્ટ બાર એસોસીએશન દ્વારા વકીલાતના છેલ્લા ૫૦ વર્ષથી પ્રેક્ટીસ પૂર્ણ કરનાર વરિષ્ઠ વકીલોથી ગર્વાનીત થઈ તેમને સન્માનવા માટે એક અભૂતપૂર્વ સન્માન સમારોહ યોજવાનું ખાસ કરીને હાલના ધી ડીસ્ટ્રીક્ટ બાર એસો. પ્રમુખ સુધીર સુળે અને તેમની પૂર્ણ કારોબારી સભ્યોની ટીમ દ્વારા એક બીડુ ઝડપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન પી.ડી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગમાં વરિષ્ઠ વકીલો અજીતકુમાર દેસાઈ, ધીરજલાલ દેસાઈ, ઠાકોરલાલ દેસાઈ, સતીષ પંડ્યા, દારા દેબુ, ઉદય નારોલકર અને શિરીશચંદ્ર દેસાઈ વગેરેને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તેઓએ પણ ભૂતકાળ વાગોળ્યા હતા અને ભવિષ્યમાં જુનીયર વકીલોને જ્યારે પણ કોઈ કાયદાકીય માર્ગદર્શનની જરૂર પડશે તો તેઓ તેમની હયાતી સુધી માર્ગદર્શન આપવા માટે આર્શીવચન આપ્યા હતા. આ પ્રસંગમાં કેટલાક સ્વર્ગસ્થ વરિષ્ઠ વકીલો જેવા કે શરદચંદ્ર સુળે, નટુકાકાના હુલામણા નામથી ઓળખાતા એન.એ. દેસાઈ, પ્રકાશચંદ્ર સુળે, કાંતિલાલ દેસાઈ, મંગુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, દિનેશચંદ્ર ચિત્રે, ગજુભાઈ દેસાઈ, સુરેશભાઈ દેસાઈ વગેરે નામી અનામી વકીલોને યાદ કરી હ્રદય પૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી આવી હતી. ધી નવસારી ડીસ્ટ્રીકટ બાર એસો. પ્રમુખ સુધીરભાઈ સુળે તથા કમિટીના સભ્યો દ્વારા જે ચીલો પાડવામાં આવ્યો છે તે ભવિષ્યમાં પણ ચાલુ રહે એવી લોક લાગણી સમારંભમાં હાજર રહેલા વકીલો દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top