National

જેઓ ક્યારેય પણ સ્કૂલે નથી ગયા તેમને 6-6 યુનિવર્સિર્ટીઓએ માનદ ડોક્ટરેટ પદવીથી નવાજ્યા

લતાજીની (Lata Mangeshkar) ખ્યાતિ વિશે અને તેમને મળેલા એવોર્ડ વિશ જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો. જેઓ ક્યારેય પણ સ્કૂલે (School) નથી ગયા તેમને 6-6 યુનિવર્સિર્ટીઓની માનદ ડોક્ટરેટ પદવી આપવામાં આવી હતી. તેમના કહેવા મુજબ તેઓ માત્ર એક દિવસ માટે જ શાળાએ ગયા હતા. હકીકતમાં, જ્યારે તેઓ તેમની નાની બહેન આશા ભોંસલે સાથે સ્કૂલ પહોંચ્યા તો સ્કૂલના હેડમાસ્ટરે તેમને (આશા ભોંસલે) એમ કહીને કાઢી મૂક્યાં કે તેમણે પણ સ્કૂલની ફી ચૂકવવી પડશે. આ દિવસ પછી લતા મંગેશકરે ક્યારેય સ્કૂલ ન જવાનું નક્કી કર્યું. જો કે એક સમય એવો આવ્યો જ્યારે તેમની માન્યતાના આધારે ન્યૂયોર્ક યુનિવર્સિટી સહિત 6 યુનિવર્સિટીઓએ તેમને માનદ ડોક્ટરેટની પદવી (Honorary Doctorate Degree) આપી.

51 વર્ષમાં 75 થી વધુ પુરસ્કારો પ્રાપ્ત કર્યા; 1989માં દાદાસાહેબ ફાળકે અને 2001માં ભારત રત્ન
સ્વરા કોકિલા લતા દીદીને 51 વર્ષમાં 75 થી વધુ એવોર્ડ મળ્યા છે. માત્ર 30 વર્ષની ઉંમરે તેમને પહેલો એવોર્ડ મળ્યો હતો. 2001માં તેમને કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત તેઓને 2 વર્ષ પહેલા TRA નો મોસ્ટ ડિઝાયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દીદીને મળેલા પુરસ્કારોની સંપૂર્ણ વિગતો આ મુજબ છે.

  • 1969માં પદ્મ ભૂષણ એનાયત.
  • 1974માં વિશ્વમાં સૌથી વધુ ગીતો ગાવાનો ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’.
  • 1999માં વિભૂષણથી સન્માનિત
  • 2001માં દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત.
  • 2001માં મહારાષ્ટ્ર રત્ન એનાયત. 36 ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા.
  • 1984માં મધ્યપ્રદેશ સરકારે તેમનાં નામે સંગીત પુરસ્કાર શરૂ કર્યો.
  • 1974 ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ (વિશ્વમાં સૌથી વધુ ગીતો માટે)
  • 1990 શ્રી રાજા-લક્ષ્મી ફાઉન્ડેશન, ચેન્નાઈ દ્વારા રાજા-લક્ષ્મી એવોર્ડ
  • 1996 ‘હમ આપકે હૈ કૌન’ માટે શ્રેષ્ઠ પ્લેબેકસિંગરફિમેલ માટે સ્ટાર સ્ક્રીન એવોર્ડ
  • 1996 રાજીવ ગાંધી સદભાવના એવોર્ડ
  • 1996 સ્ટાર સ્ક્રીન લાઈફટાઈમઅચીવમેન્ટ એવોર્ડ1
  • 1997રાજીવ ગાંધી એવોર્ડ
  • 1998સાઉથ ઈન્ડિયનએજ્યુકેશનલ સોસાયટી દ્વારા લાઈફટાઈમઅચીવમેન્ટ એવોર્ડ
  • 1999NTR નેશનલ એવોર્ડ
  • 1999લાઈફટાઈમ અચીવમેન્ટ માટે ઝી સિને એવોર્ડ
  • 1999 ‘દિલ તો પાગલ હૈ’ માટે બેસ્ટપ્લેબેકસિંગરફીમેલ માટે ઝી સિને એવોર્ડ
  • 2000 આઇફા લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • 2001સિંગરનૂરજહાં એવોર્ડ
  • 2002સ્વર રત્ન એવોર્ડ
  • 2002હાકિમ ખાન સૂર એવોર્ડ
  • 2002આશા ભોસલે એવોર્ડ
  • 2004લિવિંગલિજેન્ડ એવોર્ડ
  • 2006લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • 2007ફોરેવરઈન્ડિયન એવોર્ડ
  • 2009એએનઆર નેશનલ એવોર્ડ
  • 2010નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર
  • 2010પ્રાઈડ ઓફ ઈન્ડિયા – કલા સરસ્વતી
  • 2010લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે બિગ મરાઠી મ્યુઝિક એવોર્ડ
  • 2010લાઈફટાઈમ અચીવમેન્ટ માટે જીઆઈએમએ એવોર્ડ
  • 2010 “શ્રી હનુમાન ચાલીસા” માટે શ્રેષ્ઠ ભક્તિ આલ્બમ માટે જીઆઈએમએ એવોર્ડ
  • 2011 પૂણેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વરભાસ્કર પુરસ્કાર
  • 2011 શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય પુરસ્કાર
  • 2011 સ્વરલયયેસુદાસલિજેન્ડરી એવોર્ડ
  • 2020 TRA નો મોસ્ટડિઝાયર એવોર્ડ

Most Popular

To Top