દાહોદ: દાહોદ માં કોરોનાં મહામારીના સમયે લોકોના પડખે ઉભારહી નિશ્વારથ ભાવે સેવા આપનાર નગર સેવકને સમ્માનિત કરાયું દાહોદના ગોદીરોડના કાઉન્સિલ લખનભાઈ રાજગોર દ્વારા દાહોદ જિલ્લામાં કોરોના મહામારીના નિયંત્રણ અંગે નોંધપાત્ર કામગીરી કરવા બદલ world book of records લન્ડન દ્વારા કાઉન્સિલર લખનભાઈ રાજગોર નું સન્માન કરવામાં આવ્યું.
કોરોમા મહામારીમાં લોકોને મદદે આવેલ નગરસેવકે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ લખનભાઈ રાજગોરને world book of records લંડન ના ગુજરાત વાઇસ પ્રેસિડન્ટ મહેન્દ્ર ગુપ્તા તથા તેઓની ટીમ દ્વારા સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સર્ટિફિકેટ ઓફ કમેન્ટમેન્ટ આપી સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યું વધુમાં સંસ્થા અને યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ લેચર આને ભારતના પ્રેસીડન્ટ સંતોષ શુક્લા દ્વારા પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યું હતું.
જેમાં આ પ્રસંગે. દાહોદ ના સાંસદ જસવતસિંહ ભાભોર.પાલિકા પ્રમુખ રિના બેન પચાલ.જિલ્લા પ્રમુખ સકરભાઈ અમલિયાર.તાલુકા સભ્ય સુધીરભાઈ લાલ પુરવાલા.APMC ના ચેરમેન કૈનયા લાલ કિશોરી..દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.