હોમિયોપેથી એટલે મોર્ડન મેડિકલ સાયન્સ અને ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ આજના આધુનિક યુગમાં એલોપેથિક તબીબી સારવાર ખર્ચાળ સાબિત થાય છે.ભારતમાં ખાસ કરીને તાપી જિલ્લા અને દાહોદ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનો ઉપયોગ વધારે થાય છે. કારણ એની આડ અસર નથી. હોમિયોપેથી સમરૂપ-ઔષધ ન્યુનતમ માત્રા ઓષધ પરીક્ષણના સિદ્ધાંત પર અને તમારી જીવનશૈલી અને હેબીટ અને તમારી પ્રકૃતિના સચોટ આધાર લીધા પછી આ દવા આપવામાં આવે છે. આ દવાનું અસરકારક પરિણામલક્ષી છે. પણ લાંબે ગાળે ફાયદો કરે છે અને જડમૂળથી રોગને કાઢી નાખે છે. વિશ્વ હોમિયોપેથી દિવસની શુભકામના અને હોમિયોપેથી આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા પ્રમોટર્સ તેમજ હોમિયોપેથીના વિવેચકો માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
સુરત – તુષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડ્રેસ કોડ
શુભ પ્રસંગોમાં એક ટ્રેઈન્ડ ચાલી રહ્યો છે. મહેંદી રસમ હોય ત્યારે ગ્રીનકલર, હલદીરસમ હોય ત્યારે યલો કલર, ગ્રહશાંતિ વખતે પીન્ક કલર અને રીસેપ્શન વખતે બલ્યુ કે રાની કલરના ડ્રેસકોડ જોવા મળે છે અને આ તો આનંદનો પ્રસંગ છે એટલે આ સ્વીકારી લઈએ પણ બેસણામાં પણ સરખી સાડી, સરખી બ્લાઉઝ પહેરીને બેઠા હોય એ કેટલું અસહ્ય લાગે છે. આ તો શોકનો પ્રસંગ કહેવાય તેમાં પણ જુવાન મોત થયું હોય કે બાળમરણ થયું હોય તો આવું કરવું યોગ્ય છે ખરું? લોકો આજકાલ ફેશનમાં એટલાં બધાં આંધળાં થઈ ગયાં છે કે મૃત્યુનો મલાજો પણ પાળવાનું ભૂલી ગયાં છે એમ લાગે છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.