આણંદ : નડિયાદ ખાતે રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. જેની મોવડી મંડળે પણ હરાકાત્મક નોંધ લીધી હતી. બીજી તરફ અમિત શાહના આ કાર્યક્રમના પગલે ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ બેવડાઇ ગયો છે અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. નડિયાદના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના આયોજીત કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે નડિયાદ ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ સંગઠન, જિલ્લા પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા દસેક દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સર્વે દ્વારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતાં. જેના ભાગરૂપે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતાં કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતેથી અંદાજિત રૂપિયા 347 કરોડથી વધુના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ 925 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
નડિયાદમાં ગૃહમંત્રીના કાર્યક્રમને લઇ ભાજપમાં ઉત્સાહ બેવડાયો
By
Posted on