Gujarat

અમારા તમામ રેકોર્ડ તોડીને બહુમતિ સાથે સરકાર બનાવીશું : અમિત શાહ

ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ પ્રધાન (Union Home Minister) અમિત શાહની (Amit Shah) ઉપસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી કમલમ (Kamalam) ખાતે ચાલી રહેલી ભાજપની (BJP) ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા હાથ ધરવા બેઠકોનો આજે અંતિમ દિવસ હતો. જેમાં સુરત શહેર જિલ્લાની બેઠકોના ઉમેદવારની પણ ચર્ચા થઈ ચૂકી છે. હવે ગમે તે ઘડીયે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ નવી દિલ્હી જશે. એટલું જ નહીં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ યાદી રજુ કરાશે. તે પછી કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તેને લીલી ઝંડી અપાશે.

હવે ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
અમિત શાહે આજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ જ ભાજપના સીએમ પદના ઉમેદવાર છે. શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે જે પ્રકારનું રાજકીય વાતાવરણ છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધુ જોતા ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ રેકોર્ડ તોડીને ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે અને ઉત્સાહનો માહોલ છે, ચોક્કસ અમે અમારા તમામ રેકોર્ડ તોડીને બહુમતિ સાથે સરકાર બનાવીશું.

Most Popular

To Top