Dakshin Gujarat

લો બોલો, વ્યારામાં યુવકે ઘર બનાવવા ગ્રામ પંચાયતની પ્લાસ્ટિકની ટાંકી સળગાવી દીધી

વ્યારા: (Vyara) કુકરમુંડામાં રાજપુર ગામે વળવી ફળિયામાં અવિનાશ રમેશભાઇ વળવી (ઉં.વ.૨૨)એ તા.૦૯/૧૧/૨૦૨૨નાં રોજ પોતાના ઘરની સામેની જગ્યામાં બીજુ મકાન (Home) બાંધવાનો હોય અને ગ્રામ પંચાયતની (Gram Panchayat) પ્લાસ્ટિકની ટાંકી (Plastic Tank) મકાન બનાવવામાં નડતરરૂપ થતી હોય આ ટાંકી ઉપર સૂકો ઘાસચારો નાંખી આગ લગાવી દીધી હતી. જેથી સરકારી જમીન (Government Land) ઉપર ઇંટ-સિમેન્ટથી બનાવેલા પાયા ઉપરની ગ્રામ પંચાયતની ૫૦૦૦ લીટરવાળી પ્લાસ્ટિકની ટાંકી સળગાવી નાંખી આશરે કિં.રૂ. ૮ હજારની સરકારી મિલકતનું નુકસાન કરતા રાજપુર ગામના પંડિતભાઇ મંગુભાઇ વળવી (ઉં.વ.૪૬)એ આ મામલે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. બનાવવાળી જગ્યા ઉપર એફ.એસ.એલ.ની ટીમને (FSL Team) તપાસ અર્થે બોલાવી પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, બનાવની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતાં તેઓએ દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ગુરુવારે સવારે કોઈ કારણસર આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગને પગલે આજુબાજુમાં રહેતા રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ સ્થાનિકો અંકલેશ્વર ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કોઈ જાનહાનિ નહીં નોંધાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગ કયાં કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.

મોલવણમાં પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ.70 હજારનો દારૂ ઝડપાયો
હથોડા: સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે, પાલોદ પોલીસ ચોકી હદના મોલવણ ગામે પટેલ ફળિયામાં રૂપલ મોદી પ્રોવિઝન સ્ટોરમાં તથા તેના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. આથી એલસીબીએ મોલવણ ગામે રેડ કરતાં રૂપિયા 70 હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસે મહિલા બુટલેગર રૂપલ તેજસ મોદીની ધરપકડ કરી પંકજ ઉર્ફે કલ્લુ વસાવા (રહે.,વાલિયા)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top