ગુરૂ અને શિષ્ય – ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય! ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે. આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરૂનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરૂ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે.
ગુરૂ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરૂને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરૂ કે શિષ્ય છે. ગુરૂએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરૂ બનાવે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આયો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે. પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા.
તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિધ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી. અલબત એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરૂ બનાવી રહ્યા છે, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરૂ તો નથી બનાવી રહ્યા ને, જો આવુ હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી.જય ગુરુદેવ!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જેનો મહિમા કરતાં તે ગુરુઓ આજે નથી
ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજાગર કરતી અને ગુરૂ-શિષ્યની પરંપરા તથા ગુરૂના બક્ષેલા જ્ઞાન-વાણી-વિચારતા જીવનમાં અમલ કરી, ગુરૂ પ્રત્યેનો આદર તથા ન્માન વ્યકત કરવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમાં અષાઢી પૂનમ. આ ગુરૂનાં ગણમાં એક શિક્ષક, માતા, ઓફિસ BOSS કે કોઇ એક ધર્મપ્રેમી ગુરૂ હોય શકે, પરંતુ સૌનો કોમન હેતુ, તેઓના શિષ્યગણને, જીવનનાં મૂલ્યો તથા તેની ઉપયોગિતા, વ્યકત કરી, જીવનમાં એક સફળ-સજ્જન વ્યકિતની પ્રતિભા પ્રસ્થાપિત કરી તથા ગુરૂજીનો સંદેશ-મૂલ્યોનું પ્રચાર-પ્રસાર કરી, અન્યોનાં જીવનને પણ સફળ બનાવવાની કોશિશ માટેનો હોય છે.
પરંતુ ખેદની વાત છે કે આજના ગુરૂ-શિષ્યનો સંબંધ, આધુનિક યાંત્રીકરણ તથા પશ્ચિમી જીવનશેલીના પ્રભાવને કારણે એટલો બધે ઋણાબંધ નથી રહ્યો. પરંતુ આપણે સૌ સંકલ્પ કરીએ કે મારા ગુરૂનાં જીવન આદર્શોને જીવનમાં ઘણી એક સભ્ય પુરૂષ/સ્ત્રી તરીકેની છાપ સમાજમાં જાળવી રાખીએ.
સુરત – દિપક બકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.