Business

અંબાણીના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હોલિવુડ સિંગર કેટી પેરી પરર્ફોમ કરશે

નવી દિલ્હી: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચમાં ગુજરાતના જામનગરમાં થઈ હતી. ત્યારે આ ભવ્ય સમારોહની વિશ્વભરમાં ભારે ચર્ચા રહી હતી. જામનગરમાં હોલિવુડ પોપ સિંગર હવે આ કપલનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ફંકશન ઇટાલીમાં થવા જઈ રહ્યું છે. હોલીવુડ સિંગર કેટી પેરી આ બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા જઈ રહી છે.

હોલીવુડ સિંગર કેટી પેરી 31 મેના રોજ કાન્સમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરશે. કેટી શુક્રવારની સાંજે માસ્ક રેડ બોલમાં પરફોર્મ કરવા માટે કેન્સથી સીધી ફ્રાંસ જવા રવાના થઈ છે. ‘ધ સન યુકે’ના રિપોર્ટમાં એક ઇનસાઇડરના હવાલાથી આ દાવો કરાયો છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગાયિકા કેટી પેરીને તેના પર્ફોર્મન્સ માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. આજે શુક્રવારે તા. 31 મેના રોજ અનંત-રાધિકાનાં પ્રી-વેડિંગનો ત્રીજો દિવસ છે.

અંબાણી દ્વારા  લાઈફ ઈઝ અ જર્ની (LA Vite E Viaggio) પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તે એક માસ્કરેડ બોલ પાર્ટી છે, જેમાં હાજરી આપનાર તમામ મહેમાનો તેમના ચહેરા પર માસ્ક પહેરશે. આ પાર્ટી માટે અંબાણી પરિવારે કાન્સમાં 40 મિલિયન પાઉન્ડ (423 કરોડ રૂપિયા)નો વિલા બુક કરાવ્યો છે. અહેવાલ છે કે 5 કલાક સુધી ચાલનારી આ પાર્ટીમાં મહેમાનો માટે એક મોટા ક્રેકર્સ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ અગાઉ ક્રુઝમાંથી લોકપ્રિય બેન્ડ બેકસ્ટ્રીટ બોયઝના પરફોર્મન્સનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો. વાયરલ ક્લિપમાં નિક કાર્ટર, હોવી ડોરો, બ્રાયન લિટ્રેલ, એજે મેકલીન અને કેવિન રિચાર્ડસનનો સમાવેશ કરતા બેકસ્ટ્રીટ બોયઝ બતાવે છે. બધા સફેદ પોશાક પહેરીને ક્રુઝની ભીડ સમક્ષ તેમનું લોકપ્રિય ગીત ‘આઈ વોના બી વિથ યુ’ ગાતા નજરે પડ્યાં હતા.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સિંગર રિહાન્નાએ જામનગરમાં આયોજિત પ્રથમ પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું, જેના માટે તેને 74 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની પાર્ટીમાં વર્લ્ડ ફેમસ પોપ સિંગર શકીરા પણ પરફોર્મ કરશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય સમારોહનું આયોજન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે.

Most Popular

To Top