સુરત : હોજીવાલા (Hojiwala) પાસે ચાની લારીવાળા પાસે આવીને 3500 રૂપિયાની માંગણી કરી પોતે ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) હોવાનું કહેનાર યુવકને સચિન પોલીસે (Sachin Police) ઝડપી પાડ્યો હતો. આ યુવકને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોવાથી પોતે બોગસ પોલીસ બનીને ફરતો હતો. સચિન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હોજીવાલા વાંઝ પીએસસી સેન્ટરની બાજુમાં ચાની દુકાને એક વ્યક્તિ બાઈક ઉપર આવીને પોતાનું નામ અંકિત હોવાનું અને પોતે ક્રાઈમ બ્રાંચમાં હોવાનું જણાવતો હોવાની બાતમી મળી હતી. આ વ્યક્તિ ભરતભાઈની ચાની દુકાને આવીને તેમની પાસેથી 3500 રૂપિયાની માંગણી કરી હતી. અને તેના બદલે તેમની બ્રાંચ દ્વારા ત્યાં કેબિન ફાળવવામાં આવશે. દુકાનદારને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી.
- પોલીસ જેવા વાળ કંટીંગ કરાવેલા આ વ્યક્તિએ તેની બાઈક પર દંડો લગાડેલો હતો
- વાલોડના યુવકને પોલીસની નોકરી કરવાનો શોખ હોવાથી બોગસ પોલીસ બનીને ફરતો હતો
- સચિન પોલીસે ક્રાઇમબ્રાંચના નામે ફરતા બોગસ પોલીસ કર્મચારીને ઝડપી પાડ્યો
પોલીસ જેવા વાળ કંટીંગ કરાવેલા આ વ્યક્તિએ તેની બાઈક પર દંડો લગાડેલો હતો
સચિન પીઆઈ આર.આર.દેસાઇની સૂચનાથી પોલીસ સ્ટેશનમાંથી એક ટીમ રવાના થઈ હતી. જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાં પોલીસની જેમ ખાખી પેંટ, કમરે લાલ કલરનો પટ્ટો તેમજ કાળા કલરના બુટ પહેરેલા તથા પોલીસ જેવા વાળ કંટીંગ કરાવેલા આ વ્યક્તિએ તેની બાઈક પર દંડો લગાડેલો હતો. સચિન પોલીસે તેની પુછપરછ કરતા પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી (ઉ.વ.40, રહે. પુલ ફળીયુ વાલોડ ગામ, તા-વાલોડ, જી-તાપી) હોવાનું જણાવ્યું હતું. અને પોતાની પોલીસમાં નોકરી કરવાનો શોખ હોવાથી તે આ રીતે ફરતો હતો. સચિન પોલીસે આરોપીને પકડી ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
વેપારીનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી સળીયા વડે ફટકારનાર ઝડપાયેલા બે પૈકી એક વિદ્યાર્થી
સુરત : રિંગરોડ કોહીનુર માર્કેટના સાડીના વેપારીએ કાર ગીરવે મુકીને 10 ટકા વ્યાજે લીધેલા બે લાખની દેતીદેતીના ઝઘડામાં ફાઇનાન્સર અને તેના બે મિત્રો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. ગોડાદરાની ઓફિસમાં ગોંધી સળીયા વડે માર માર્યો હતો.ધંધાકીય જરૂરિયાત માટે ફાઇનાન્સર ચંદન ઉર્ફે દેવા તિવારી પાસેથી રૂ. 25 હજાર ઉછીના લીધા હતા. વાયદા મુજબ 60 દિવસમાં અંકુશે ચંદનને રૂ. 25 હજાર ચુકવી દીધા હતા. ત્યારબાદ માર્ચથી ઓગસ્ટ દરમિયાન ટુક્ડે-ટુક્ડે 10 ટકાના ઉંચા વ્યાજ દરે કુલ 2 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં અંકુશે મિત્ર દિવાકરસીંગના નામે ખરીદેલી બલેનો કાર નં. જીજે-5 આરકે-6331 ગીરવે મુકી હતી. પરંતુ અંકુશ સમયસર વ્યાજ કે મુદ્દલ રકમ ચુકવી નહીં શકતા ચંદન કાર લઇ તેના મહેન્દ્ર નામના બે મિત્રો સાથે અંકુશને તેની સોસાયટીના નાક પર મળવા ગયો હતો.
પોલીસે બને આરોપીઓની આજરોજ ધરપકડ કરી હતી.
જ્યાંથી વાતચીત કરવાના બહાને સરદાર માર્કેટ લઇ ગયા હતા અને ત્યાંથી અંકુશને ચંદનની ગોડાદરાના માધવ શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસ લઇ જઇ આખી રાત ગોંધીને સળીયા વડે ફટકાર્યો હતો. અંકુશે બુમાબુમ કરતા ચંદન અને તેના મહેન્દ્ર નામના બે મિત્રો ભાગી ગયા હતા. ગોડાદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મેહુલ રેવાભાઇ મેર તથા મહેન્દ્ર ઓમપ્રકાશ માળી ની આજરોજ ધરપકડ કરી હતી.