સુરત: હોડી બંગલા (Hody Bungalow) પાસે રેસ્ટોરન્ટમાંથી (Restaurant) લાલગેટ (Lal gate) પોલીસે (Police) રૂ.6 હજારની કિંમતનું 60 કિલો ગૌમાંસ (Beff) પકડી પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, હોડી બંગલા નજીક દિલ્લી દખત્વરખાન નામની હોટેલમાં ગૌમાંસ વેચવામાં આવી રહ્યું છે. જે અંગે પીએઆઇ પી.કે. તબિયાર સહિતની ટીમે રેડ પાડી હતી અને 60 કિલો ગૌમાંસ પકડી પાડ્યું હતું. બાદ આ માંસને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું હતું. રિપોર્ટ આવતાની સાથે જ આ ગૌમાંસ હોવાનું બહાર આવતાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વરિયાવ ગામમાં ખાડામાં ગાય ફસાઈ, ફાયરે બહાર કાઢી
સુરત: શહેરમાં મોરાભાગળ વરિયાવ ગામ પાસે ખાડામાં ગાય પડી ગઈ હતી. સ્થાનિકો લોકોએ ગાયને કાઢવાની કોશિશ કરી હતી પરંતુ નિષ્ફળ જતાં ફાયરમાં જાણ કરી હતી અને લાશ્કરોએ ગાયને હેમખેમ બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરાભાગળ વરિયાવ ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘાંચીફળિયામાં રસ્તા પર ખાડો પડ્યો હતો. ખાડામાં ગાય પડી ગઈ હતી. ગાય ખાડામાં ફસાઈ જતા, સ્થાનિકો દ્વારા ફાયરમાં ઘટના અંગે જાણ કરી હતી. જેથી મોરાભાગળ ફાયર સ્ટેશનથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.