Sports

હોકી વર્લ્ડ કપમાંથી ભારત બહાર: ન્યુઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટના ક્રોસઓવરમાં મેચ જીત્યું

નવી દિલ્હી : ભારતના હોકી વિશ્વકપ (Hockey World Cup) માટે માઠા સમાચાર છે. હાર સાથે મેઝબાંન બનેલ ભારતની ટીમનું (Team India) સપનું પણ પરિણામ આવતાંત રોડાયું છે. ઘણા ચઢાણો સાથે આજની મેચ રમાઈ હતી જે પહેલા ટાઈમાં પરિવારર્તીત થઇ જતા પેનલ્ટી શૂટ આઉટમાં (Penalty Shoot Out) ગઈ હતી.જેના અંતે પરિણામ ચોખ્ખુ થઇ ગયું હતું. ન્યુઝીલેન્ડની ટીમે ભારતને હરાવી દેતા મેચ માંથી હવે બહાર થઇ ગયું છે.ક્વાટર ફાઇનલમાં પહોંચવા સુધી આવી ગયેલી ભારતની ટિમ હવે હોકી વિશ્વકપમાંથી ફેંકાઈ જવા પામી છે.

  • નિર્ધારિત સમયમાં સ્કોર 3-3થી બરોબરી પર રર્હ્યો હતો
  • સડન ડેથમાં શ્રીજેશે પહેલો ગોલ અટકાવતા ઘાયલ થયો
  • મેચમાં આજ ટ્વીસ્ટ હતું જે ભારતીય ટીમને ભારે પડ્યું હતું

બંને ટીમનો સ્કોર 3-3ની બરોબરી પર રહ્યા
હોકી વર્લ્ડકપમાં આજે રમાયેલી ક્રોસ ઓવર મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે શરૂઆતમાં સરસાઇ ભોગવવા છતાં નિર્ધારિત ટાઇમમાં બંને ટીમનો સ્કોર 3-3ની બરોબરી પર રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં 4-5થી હારી જતાં વર્લ્ડકપમાંથી આઉટ થઇ ગઇ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં પ્રથમ પાંચ પેનલ્ટી દરમિયાન બંને ટીમનો સ્કોર 3-3ની બરોબરી પર રહ્યો હતો અને તે પછી સડન ડેથમાં ન્યૂઝીલેન્ડે બે જ્યારે ભારતે માત્ર એક જ ગોલ કરતાં અંતે ન્યૂઝીલેન્ડ પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું.

ભારતીય ટીમે આક્રમક રીતે રમવાનું ચાલુ રાખ્યું
આજની આ મેચમાં પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ પણ ભારતીય ટીમે આક્રમક રીતે રમવાનું ચાલુ રાખ્યું. ભારત માટે અનુભવી લલિત ઉપાધ્યાયે 17મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. ભારતને 21મી, 23મી અને 24મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાંથી 24મી મિનિટે સુખજીતે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને યજમાન ટીમની સરસાઇ બમણી કરી હતી. થોડી વાર બાદ મેચની 28મી મિનિટે સેમ લીને ફિલ્ડ ગોલ કરતાં સ્કોર 2-1 થયો હતો.હાફ ટાઈમ પછી 40મી મિનિટે વરુણ કુમારે પેનલ્ટી પર ગોલ કરીને ભારતને 3-1થી આગળ કર્યું હતું. ત્રણ મિનિટ પછી, કેન રસેલે પેનલ્ટી પર ગોલ કરીને ચોથા ક્વાર્ટર પહેલા સ્કોર લાઇન 3-2 કરી. ત્યારબાદ 49મી મિનિટે કેન રસેલે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે નિર્ધારિત સમયમાં સ્કોર 3-3થી બરોબરી પર રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં પણ સ્કોર 3-3થી બરોબરી પર રહ્યો પેનલ્ટી શૂટઆઉટ પછી સડન ડેથમાં શ્રીજેશે પહેલો ગોલ અટકાવતા ઘાયલ થયો જે ભારતીય ટીમને ભારે પડ્યું હતું.

Most Popular

To Top