વડોદરા: ચોમાસાની ઋતુ વિદાયના આરે આવી છે ત્યારે શુક્રવારનાં રોજ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શુક્રવારનાં સાંજ પડતાં જ શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેને પરિણામે ઠેર ઠેર પાણી ભરાવાનાં, ઝાડ પાડવાના બનાવો અને ઠેર ઠેર હોર્ડિંગ પડી જવાના બનાવો બન્યા હતા. શુક્રવરના રોજ સાંજે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જવાના બનાવો અને ઝાડ પડી જવાના બનાવો બન્યા હતા. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના પગલે શહેરમાં જે ચાર રસ્તા પર લાગેલા બેનરો પણ ધરાશયી થયા હતા.
બિલાડીના ટોપ ની જેમ ઉગી નીકળેલા શહેરમાં બેનરો લગાડવામાં આવે છે તે બેનરો પણ એવા લગાડવામાં આવે છે જો જોરદાર પવન સાથે વરસાદ વરસે તો તે જમીન દોસ્ત થઈ જાય છે.તેવી જ રીતે શુક્રવારનાં રોજ સાંજે ભારે પવન અને વીજળીના કડાકભડાકા સાથે પડેલા વરસાદે શહેરમાં લાગેલા ઠેર ઠેર બેનરો જમીન દોસ્ત થયા હતા. સદનસીબે કોઇને ઈજાઓ થઈ નહોતી. આમ ભારે પવન જોડે પડેલા વરસાદને પગલે ઠેર ઠેર બેનરો જમીનદોસ્ત થવાના બનાવો બન્યા હતા.