વડોદરા, તા.19 વડોદરામાં હોર્ડિંગ્સના જંગલો ઉભા થયા છે.જેના કારણે શહેરની શાન સમી ઐતિહાસિક ઈમારતો બાગ બગીચાઓ કટકી કરતાં ખાનગી એજન્સીઓના લગાવેલા હોર્ડિંગ્સથી ઢંકાઈ ગઈ છે. આમાં કેટલાક હોર્ડિંગ્સ પરવાનગીથી અને કેટલાક વિના પરવાનગીએ લગાવાયેલા છે. જી ડી સી આર ના નિયમ પ્રમાણે ટ્રાફિક સિગ્નલ કે સર્કલ નજીક કોઈ હોર્ડિંગ્સ લગાવવા નહીં તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર તેમજ બાગ બગીચાઓ બહાર મોટા મોટા હોર્ડિંગ્સના કારણે શહેરની શોભા ઢંકાઈ જવા પામી છે. સંસ્કારી નગરી વડોદરાએ સયાજી નગરીથી પણ ઓળખાય છે.વડોદરા શહેરમાં ગાયકવાડ પરિવારનું મોટું યોગદાન છે.
વખતો વખતના રાજાઓએ વડોદરાની પ્રજાના સુખાર્થે વિવિધ મિલકતો લોકાર્પણ કરી હતી. જેમકે ન્યાય મંદિર , વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ,જિલ્લા કલેકટર કચેરી , ભદ્ર કચેરી , જિલ્લા પંચાયત ,સયાજી બાગ ,કલેકટર બંગલો , મધ્યસ્થ જેલ ન્યાય મંદિર , ખંડેરાવ માર્કેટ , શહેરની શાન સમા ઐતિહાસિક ચાર દરવાજા, હોસ્પિટલ , સ્કૂલો , તળાવો ,મંદિરો સાથે સાથે રાજમહેલ કમ્પાઉન્ડ જાહેર રસ્તા પર લગાવાયેલા કેટલાક સર્કલની અંદર ફુવારાઓ તેમજ બાગ બગીચાઓ રેલવે સ્ટેશન ,વિવિધ પ્રતિમાઓ જે તે વખતના એન્જિનિયર કોન્ટ્રાક્ટરો વિદેશથી બોલાવી આર્કિટેક પાસે આ બે નમુન ઇમારતો લોકાર્પણ કરાઈ હતી.વડોદરા એ ગાયકવાડની દેન છે.
તેમણે વિનામૂલ્યે આ તમામ દેનોને સરકાર હસ્તક આપી દીધી હતી.પરંતુ તેની જાળવણી અને જવાબદારી નિભાવવા પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આજે આ ઐતિહાસિક ઇમારતો હોલ્ડીંગ્સથી ઢંકાયેલી જોવા મળી છે નોંધનીય છે કે છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તો બીજી તરફ વિકાસ નેતાઓએ કર્યો છે તેમ જતાવતા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે પરંતુ જીડીસીઆર ના નિયમ મુજબ કોઈપણ ટ્રાફિક જંકશનમાં લગાવી શકાય નહીં ટ્રાફિકની અવરજવરમાં કાચા સ્ટ્રક્ચર લગાવી શકાય નહીં તેની માટે મંજૂરી આવશ્યક છે જમીન મિલકત શાખામાં લાગત ફોર્મ ભરવાનું હોય નવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવાનું હોય છે પરંતુ અહીં રામરાજ પ્રજા સુખી જેવો ઘાટ ઉભો થયો છે.
ચાર રસ્તા છોડીને હોર્ડિંગ્સો લગાવે..
કોર્પોરેશન પાસે પેનલ્ટી બધી બહુ છે બધી લાગતો થી માંડીને બધું છે.પરંતુ અમલવારી નો પ્રશ્ન આવે છે.વહીવટી ચાર્જ વસૂલ કરીએ છીએ.દરેક વસ્તુનો અલગ અલગ ચાર્જ છે.ચોકડી ઉપર આપણે નક્કી કર્યું છે કે ચોકડી છોડીને હોર્ડિંગ્સ લગાવે જેથી કરીને ચોકડીને કોઈ નડતરરૂપ ન રહે. જે લગાવનાર લોકો છે એ આ છોડીને લગાવે એવી અમારી અપીલ છે. – ડો.હિતેન્દ્ર પટેલ ,સ્થાયી અધ્યક્ષ
શહેરના ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર કાચા સ્ટ્રકચરના હોર્ડિંગ્સો ઉભા કરાયાં
કોર્પોરેશનમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલે ટ્રાફિક જંકશન પર તથા જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર હોર્ડિંગ્સ ના લગાવી શકાય તેવા પ્રતિબંધિત બોર્ડ લગાડ્યા હતા.જાહેર ચેતવણીના આ બોર્ડ વર્ષો સુધી ત્યાં રહ્યા હતા.પરંતુ શાસક પક્ષને સમર્પિત એવા કમિશનર તથા ડેપ્યુટી કમિશનરે આ હોર્ડિંગ્સ કઢાવી દીધા હતા.હાલ શહેરના હોર્ડિંગ્સ માફિયાઓના હિસાબે આ કામગીરી થઈ રહી છે.નેતાઓને અધિકારીઓની મિલી ભગતથી શહેરમાં હજારો હોર્ડિંગ્સ આજે પણ લાગેલા છે.ખરેખર તો વોર્ડ ર્ઓફિસમાં એમસીને જ કામગીરી સોંપી દેવી જોઈએ.
ગેરકાયદેસર હોર્ડિંગ્સો સામે પાલિકા નવી પોલીસી બનાવાશે
હોર્ડિંગ્સ મામલે કોર્પોરેશનમાં પોલીસી જ નથી કે કેટલા અંતરમાં લગાવવા કે હેરિટેજ સ્ટ્રક્ચર થી કેટલું દુર હોવું જોઈએ અને બીજી એક જે એડવર્ટાઇઝમેન્ટ પોલીસી છે જેના અંતર્ગત ઘણી બધી જગ્યા પર શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એક પોલીસી અમે કરી રહ્યા છે અને જે હેરિટેજ સ્ટ્રક્ચર છે ઇમારતો છે ત્યાંથી ઓછામાં ઓછું 50 મીટર નું અંતર રાખવું જોઈએ જેવી રીતે કે ગાર્ડન હોય સયાજીબાગ જેમ કે અથવા અન્યત્ર કોઈ પણ ગાર્ડન હોય જ્યાં લોકો આવતા હોય છે.જ્યાં ઘણા બધા હોર્ડિંગ્સ છે તેને ડોમેસી બનાવીને એન્ક્રીમેન્ટ કરવામાં આવશે.હાલમાં જે હોર્ડિંગ્સ લગાવાયેલા છે તેમાંથી કેટલાકે પરવાનગી લીધી છે અને કેટલા કે નથી લીધી.કોર્પોરેશનમાં પોલીસી જ નથી કે કોઈ ગેરકાયદેસર લગાવેલ હોય તો કેટલી પેનલ્ટી લઈ શકાય.વહીવટી ચાર્જ લઈ શકાય છે.પરંતુ એ તો ફરીથી વહીવટી ચાર્જ આપીને લગાવી દેશે. એટલે આની માટે એક વ્યવસ્થા ઉભી કરવી પડશે કે આ જે પણ છે ડાયરેક્ટ પેનલ્ટી નીકળી જાય અને બીજી વખત એ ના લગાવે બધા લોકોની માંગને ધ્યાનમાં રાખીને એક પોલીસી અમે બનાવીશું. -બંછાનિધિ પાની ,મ્યુ.કમિશ્નર,પાલિકા