Vadodara

હિતાક્ષીની એક વર્ષની મહેનત એળે ગઈ

વડોદરા : એમ એસ યુનિવર્સીટીમાં હાલ અંતિમ વર્ષની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે એક ચોકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો એક તરફ મહિલા શિક્ષણની વાતો કરતી યુનિવર્સીટીએ એક યુવતીને મોડી પડવાને કારણે પરીક્ષામાં ન બેસવા દેવાઈ હતી.જેથી વિધાર્થીનીનું આખું વર્ષની મહેનત પર પાણી  ફરી વળ્યું છે. એમ એસ યુનિ.ની કોમર્સ  ફેકલ્ટીની અંતિમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિતાક્ષી નામની વિધાર્થીની પરીક્ષા આપવા જઇ રહી હતી ત્યારે તેને અકસ્માત સર્જાતા મોઢા તેમજ હાથ પગમાં ઇજાઓ પહોંચી હતી. તેમ છતાંય સારવાર કરાવ્યા બાદ તે પરિક્ષા આપવા  પહોંચી હતી. પરંતુ સમય વીતી ગયો હતો અને એક પાર્ટમાં ગેરહાજરી મુકવામાં આવી હતી તેથી તેને બેસવા દેવામાં આવી ન હતી.  વિધાર્થી સંગઠનોની રજુઆત બાદ પણ નિયમો અનુસાર તે પરીક્ષા આપી શકી ન હતી.

 મંગળવારે યુવતી અને તેના માતા પિતા યુનિ. ની મુખ્ય કચેરી ખાતે સત્તાધીશોને રજુઆત કરવા આવ્યા હતા. પરંતુ વીસી સાથે મુલાકાત થઈ ન હતી .યુનિ. ના પીઆરઓ લકુલીશ ત્રીવેદીને મળ્યા હતા અને સમગ્ર ઘટના વર્ણવી ને હિતાક્ષીનું વર્ષ ન બગડે તે માટે તેની પરીક્ષા લેવા માટે રજુઆત જરી હતી. ત્યારે હુતાક્ષીના માતા પિતા ને  વસ્તુ પરિસ્થિતિ સમજાવી હતી. અને જણાવ્યું હતું કે  અમારી બધી સંવેદના તેની સાથે છે પરંતુ તે પરીક્ષામાં ગેર હાજર રહેતા  તેની પરીક્ષા ફરીથી લઈ શકાય નહીં. એક પાર્ટમાં ગેર હાજર લખાઈ ગયું હોવાથી  અને બંને પાર્ટએકજ વિષયના હોવાથી બીજા પાર્ટમાં પણ સમય વીતી ગયો હોવાથી તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી .અને ફક્ત એક વિધાર્થીની પરીક્ષા યોજવાની પરવાનગી અપાતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, તેથી એટિકેટી ની પરીક્ષાયોજાય ત્યારે જ તેની પરીક્ષા લેવામાં આવશે.  ત્યારે હિતાક્ષીની આખા વર્ષની મહેનત ઓર પાણી ફરી વળ્યું હતું.  ભણવામાં હોશિયાર વિધાર્થીને નિયમોની જડતાને કારણે એક વર્ષ બગડ્યું છે. તેથી હિતાક્ષી ખૂબ દુઃખી થઈ હતી અને તેના માતા પિતા પણ નિરાશ થયા હતા.

Most Popular

To Top