Charchapatra

ભારતમાં ઐતિહાસિક ઘટના

ભારતમાં ચર્ચા આર્થિક સામાજિક અને રાજકીય દબાણનો સામનો કરી રહ્યો હોય તેવા સમયે અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર આવી ઘટના બની રહી છે. જેમાં દલિત વ્યક્તિને  CBCI નાં વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે ( કેથોલીક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા  ના દલિત પાદરી બન્યા છે. સર્વોચ્ચ સામુહિક પદ પર બિરાજમાન કાર્ડિનલ પૂલા એન્થોની ત્રિશુરના આર્કબીશપ એન્ડ્રુસ થાઝથું નું સ્થાન લેશે. આ 37મી જનરલ બોડી મિટિંગમાં નિર્ણય લેવાયો છે. આ પાદરી પાસે લઘુમતીના અધિકારો ધાર્મિક સ્વતંત્રતા જેવા મુદ્દા પર ભારતીય ધાર્મિક સ્પર્ધા સામે ટકવાની ખેવના રાખવામાં આવી છે.

15 નવેમ્બર 1961 ના રોજ કુરનૂલના પોલુંરૂમાં જન્મેલા કાર્દીનલ  બેંગ્લોર સેન્ટ પીટર્સ પોન્ટીફિકલ સેમિનરીમાં ( પટ્સટલી સ્ટડીઝ ) નો અભ્યાસ કર્યો છે 20 ફેબ્રુઆરી 1992 ના રોજ પાદરી તરીકે પસંદગી કરીને કાર્યકર્તા રહ્યા છે. આજની ઘડી મોટી જવાબદારી આપવામાં આવી છે તેમણે ગ્રામીણ આંધ્ર પ્રદેશમાં પેરિસ  વિકાર અને પેરિસ પાદરી સહિત અનેક ભૂમિકાઓ ભજવી છે. ઘણા અનુભવો મેળવ્યા છે. તેમની ખરી કસોટી આ સંસ્કારી અને ભારતની મોટી પાર્ટી ભાજપા સામે ભિન્ન ભિન્ન વિચારથી માંગણીઓ માંગવી પડશે.

આ વિસ્તારમાં જ થોડા સમય પહેલા હાઇકોર્ટનો ચુકાદો સમર્થિત કરતો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નબળા વર્ગના લોકો હિન્દુ શીખ બૌદ્ધ સિવાય અન્ય ધર્મ નું પાલન કરશે તો ભારતીય બંધારણ મુજબ તેમના હકો છીનવાઈ જશે. તો સવાલ અહીં એ થાય છે. ટૂંક સમયમાં દલિત અને નબળા વર્ગ પણ બ્રાહ્મણ ની રીત કરી શકશે.? આવી ઘટના પરથી નવી કહેવત બને છે. જળ જમીન છોરું અને ધર્મ આજની પરિસ્થિતિના મોટા કજીયાના છોરું  છે. જો આ જ પરિસ્થિતિ પ્રમાણે કાયમ વિવાદ ચાલ્યો રહ્યો હતો. આરોગ્ય શિક્ષણ પ્રાથમિક સુવિધા ગૌણ બની જશે. અને છેક ગામડામાં પણ ધર્મનો ઝંડો પકડીને ભણેલા નાગરિકો આઝાદ ભારતમાં અભણ  ગુલામ જેવા દેખાતા વાર ન લાગશે.
તાપી – હરીશકુમાર ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top