દેશના કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોના રાજ્યપાલોએ કેટલાક ખરડાઓને લાંબા સમય સુધી અનુમતિ ન આપ્યાના કિસ્સાઓ વિવાદમાં છે. તમિલનાડુ સરકાર અને કેરળ સરકારે પોતાના જ રાજ્યપાલના આ વિલંબ બદલ સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કરેલ છે. સર્વોચ્ચ અદાલતે ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા અનુચ્છેદ 142 હેઠળની સત્તાનો ઉપયોગ કરી તમિલનાડુના રાજ્યપાલે 10 અનિર્ણીત રાખેલ ખરડાઓને મંજૂરી આપી દીધાનું જાહેર કરેલ છે અને સાથે ઠરાવેલ છે કે રાજ્ય વિધાનસભાએ પુન:વિચારણા કરીને પસાર કરેલ ખરડાને રાજ્યપાલે અનુમતિ આપવી જ જોઈએ. તેને રોકી રાખવાની રાજ્યપાલને સત્તા નથી. સર્વોચ્ચ અદાલતે આવા પ્રસંગે એક માસના સમયમાં રાજ્યપાલે અનુમતિ આપવા ઠરાવેલ છે. બંધારણમાં આવી કોઈ સમયમર્યાદા નિયત કરાયેલ નથી.
સુરત – અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશનો નોંધપાત્ર વિકાસ
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે દેશને વિકાસ અને વિરાસતનો રસ્તો બતાવેલ છે જે માટે દેશ તેમનો ઋણી રહેશે. દેશવાસીઓએ પણ હવે દેશની આ વૈચારિક દિશા પકડીને દેશ અને સમાજના સાચા હૃદયની શાંતિ સ્થાપિત કરવાની જરૂર છે. દેશના નીચેના વિકાસો નોંધપાત્ર હોય અભિનંદનીય છે. 70 વર્ષના લાંબા સમય બાદ મીઝોરમમાં આગામી જુલાઈ ખાસથી રેલ નેટવર્ક શરૂ ધરાશે. અમદાવાદ-ભાવનગર હાઈવે 95 ટકા પૂર્ણ તયેલ છે આ કાર્ય પૂર્ણ થયે માત્ર બે કલાકમાં જ અદમાવાદથી ભાવનગર પહોંચી શકાશે. દહેજ ભાવનગર વચ્ચે રેલવે સી બીન્ક પ્રોજેકટને મંજુરી અપાયેલછે. વેચાશે જેનાથી સૌરાષ્ટ્રથી સુરત ત્રણ કલાકમાં અને મુંબઇ માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે.
ઉત્તરાખંડમાં પર્યટન ક્રાંતિના ભાગરૂપે 5 વર્ષમાં 39 રોપવે સહિતના કુલ 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટને મંજુરી અપાયેલ છે. ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરીડોર અને ધરોઇ ટુરીઝમ ડેવલપમેન્ટ પ્રોજેકટનો વિકાસ થનાર છે. દેશના દરેક જીલ્લામાં એર-એમ્બ્યુલન્સ સેવા શરૂ થનાર છે. 100થી વધુ યુનિકોર્ન સાથે આપણો દેશ વિશ્વનું ત્રીજું મોટું સ્ટાર્ટઅપ હબ બનનાર છે. પી.એમ.આવાસ યોજનામાં વર્ષ 2024-25માં કુલ 39.82 લાખ ઘરોને મંજુરી અપાયેલ છે. રેલવે દ્વારા સુપર એપ લોંચ કરવામાં આવેલ છે જેના પરિણામ રેલ્વેની તમામ સુવિધાઓ આ એક જ એપમાં મળી શકશે.
અમદાવાદ – પ્રવિણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
