હા, હવે સાચે જ લાગે છે કે આ દેશમાં હિન્દુ ભયમાં છે.બીજા ધર્મના નામે હિન્દુને ભયમાં રાખનાર નેતાઓ હિન્દુ જ છે.જો અંગ્રેજો લૂંટીને ગયા તો એમના પછીના આજ દિન સુધીના મોટા ભાગના નેતા હિન્દુ જ છે તો પણ હિન્દુ ભયમાં છે.વર્ષોથી ચાલી આવતા ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં મોટા ભાગના નેતાઓ,અધિકારીઓ, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ હિન્દુ જ છે.દેશને લૂંટીને વિદેશ ભાગી જનાર ભગોડાઓમાં પણ મોટા ભાગના હિન્દુ જ છે.વાર તહેવારમાં મીઠાઈ કે માવા કે અનાજ કઠોળ કે પછી તેલ અને ઘી જેવા પદાર્થોમાં ભેળસેળ કરનારા મોટા ભાગે હિન્દુ જ છે.
રૂપિયાવાળા, લાગવગવાળા જે સામાન્ય માણસને પજવે, એની ફરિયાદ ન લેતા હોય તેવા પોલીસ એને જલ્દી ન્યાય ન મળે એમાં વકીલ અને જજ મોટા ભાગે હિન્દુ જ છે. સામાન્ય ગરીબ હિન્દુને અંધવિશ્વાસ અને પાખંડમાં ફસાવનાર મોટા ભાગના બાબાઓ પણ હિન્દુ જ છે.સાચે જ હિન્દુ ખતરા માં છે ને શરમની વાત તો એ છે કે આજે કહેવાય હિન્દુ હ્રદયસમ્રાટની સરકારમાં પણ સૌથી વધુ પીડિત, શોષિત, વંચિત હિન્દુ જ છે.આજે પણ હિન્દુ પોતાને હિન્દુ દ્વારા શોષણ કરાયેલ અને મૂર્ખ બનાવેલ મેહસૂસ કરે છે.આજે હિંદુવાદી સરકાર માં પણ મોંઘવારી,બેકારી, બેરોજગારી, ભ્રષ્ટાચારનો સૌથી વધુ માર હિન્દુ દ્વારા હિન્દુને જ પડી રહ્યો છે.સાચે જ હિન્દુ ભયમાં છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોઇપણ પોતાની માતૃભાષા ન ભૂલે
ગાંધીજીએ લખ્યું હતું સાહિત્યમાં રસ ધરાવતા આપણા તરુણ સ્ત્રી પુરુષો અંગ્રેજી ભાષા તેમજ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઇચ્છુ છું અને પછી પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું. પરંતુ એકપણ હિંદુવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે એમ હું ઇચ્છતો નથી.
– ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.