રાજસ્થાનની એક નિશાળમાં દલિત બાળક આચાર્યની માટલીને અડકવા બદલ તેનું ખૂન કર્યાના સમાચાર પ્રગટ થયા. હિન્દુ સમાજ રૂઢિવાદી સમાજ છે. દલિતોને વસ્તી-ગણતરીના આંકડાઓમાં હિન્દુઓની વસ્તી વધારવા ‘હિન્દુ’ ગણે, આમ તો ઓબીસી ગણાતી જ્ઞાતિઓ પઅ અછૂત જ છે, કારણ મનુસ્મૃતિમાં અને પરાપૂર્વથી ઓબીસી જ્ઞાતિઓ જેવી કે ઘાંચી, ભરવાડ, ચારણ, ગઢવી, ધોબી, કહાર, કોળી, માછી, ખારવા, ટંડેલ, કુંભાર, તંબોલી, માળી, રાજગોર, ભંડારી, પંચાલ ઉપરાંત બીજી જ્ઞાતિઓ મળી 151 જ્ઞાતિઓ ઓબીસી એટલે હિન્દુ વર્ણ-વ્યવસ્થામાં ‘‘શુદ્ધ’’ ગણાય તેમનો દરજ્જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણીયા કરતાં નીચો ગણાતો તેથી તેમને શિક્ષણ, રહેઠાણ, ધંધા રોજગારમાં ભેદભાવનો સામનો કરવો પડતો.
આ જ્ઞાતિઓની, સેવાઓની સવર્ણોને જરૂર પડતી એટલે તેમના સંપર્કમાં રહેવાની ફરજ પડતી આથી ઘણી કોમો ધીરે ધીરે નિશાળોમાં પોતાના સંતાનોને મુક્તી થઈ તેઓ સવર્ણોના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમના જાતિય પૂર્વગ્રહો અપનાવવા માંડયા. દલિતો પાસે કોઈ એવો વ્યવસાય ન હતો જેથી વાણીયા-બ્રાહ્મણનો સંપર્ક રહે. આમ છતાં દક્ષિણ ભારતમાં શુદ્રોની હાલત જાનવર જેવી હતી. બ્રાહ્મણોને રસ્તે આવતા જોઈ, તેમણે ઝાઝ ઝાંખરા, મકાનની આડે સંતાઈ જવું પડતું. એ જમાનાને બ્રાહ્મણો ચંગેઝખાન કે નાદીરશાહને પણ સારા કહેવડાવે એવા જાલીમ હતા. અને ઓબીસી શુદ્રજાતિઓ જાનવર સમાન જીવતી. આવી બધી ઐતિહાસિક ઘટનાઓ સાથે મને મુસલમાનોની એક વાત યાદ આવી.
2018માં હું મુંબઈના મરીન ડ્રાઈવ સ્ટેશન પાસેના ઈસ્લામી હોલમાં બેઠેલા બધા હાથ-મોં ધોવા (તેને વજુ કહેવાય છે) બાથરૂમ તરફ ચાલ્યા, હું પણ ગયો. મેં અન્ય મુસ્લીમ ભાઈઓની જેમ હાથ મોં ધોયા પછી હોલમાં આવ્યા તો ત્યાં તો નમાજ પઢવાની તૈયારી થઈ ચૂકી હતી. મને પણ નમાજ પઢવાની ઈચ્છા થઈ એટલે મેં મેનેજર જેવા દેખાતા એક સજ્જનને કહ્યું ‘‘હું તમારી જેમ બેઠક લઈ બેસી નહીં શકું ’’ એટલે એ બોલ્યા, કંઈ નહીં, હું ખુરશી લાવું છું, તમે ખુરશી પર બેસી નમાજ પઢજો’’ તો પોતે ઓફીસમાં જઈ ખુરશી લઈ આવ્યા અને મને બેસાડયો. હું બીજા મુસ્લીમ ભાઈઓની નમાજનું અનુકરણ કરતો ગયો અને મારી નમાજ પુરી થઈ.
પછી મને ખબર પડી કે મને ખુરશી લાવી બેસાડનાર મુસલમાન ભાઈ તો અબજપતિ હતા, અને તેમના આ નમ્ર વ્યવહારથી હું ઘણો પ્રભાવિત થયો. મુસલમાનોની સભ્યતા, સંસ્કૃતિ ઘણી ઉંચી કક્ષાના છે. હિન્દુ મંદિરમાં આવો વ્યવહાર કલ્પી શકાય નહીં. કદાચ લાઠીઓ પડી હોત અને ભારે થઈ જાત. મેં હિંદુ મંદિરોમાં જવાનું વર્ષોથી છોડી દીધું છે. પરંતુ ખ્રિસ્તીઓના ચર્ચ કે મસ્જિદમાં જવાની તક ચૂકતો નથી. એ લોક ખાસ કરીને મુસલમાનો માણસને પરમાત્માનું અનોખું સર્જન માને છે અને કોઈ ભેદભાવ રાખતા નથી. ક્યારેક થાય કે હિંદુઓ કદી સુધરવાના નથી.
સુરત – ભરતભાઈ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે