પશ્ચિમ બંગાળ ભારતમાં છે કે પાકિસ્તાનમાં તેવો પ્રશ્ન પેદા થયો છે. પશ્ચિમ બંગાળને વક્ફ કાયદાના નામે સળગાવવામાં આવી રહ્યું છે. મુર્શિદાબાદ સંપૂર્ણપણે હિંસાની પકડમાં છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. નવા વક્ફ કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં ૭૨ વર્ષીય હરગોવિંદ દાસ અને તેમના ૪૦ વર્ષીય પુત્ર ચંદનદાસનો સમાવેશ થાય છે. બંનેને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને ટોળાંએ તેમની હત્યા કરી હતી. જો કે ૨૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ હિંસાગ્રસ્ત વિસ્તારો છોડીને ગયેલાં હિન્દુ લોકોને આ વાતની ખાતરી નથી.
મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા મુર્શિદાબાદમાંથી ઘણાં હિન્દુઓ પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગી ગયાં છે. કોઈક રીતે BSFના કારણે તેનો જીવ બચી ગયો છે. આ લોકો પોતાનું રક્ષણ કરી રહ્યાં છે. પરલાપુર શાળા હવે રાહત શિબિરમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં સેંકડો પરિવારો રહે છે. મુર્શિદાબાદ હિંસાને કારણે લગભગ ૪૦૦ થી ૫૦૦ હિન્દુઓએ તેમનાં ઘર છોડીને આ શાળામાં આશરો લીધો છે. આ પરિવારો ગંગા પાર કરીને અથવા ૬૦ કિલોમીટર ચાલીને અહીં પહોંચ્યાં છે. અહીં આવેલાં પરિવારોને ખબર નથી કે તેઓ ક્યારે પોતાના ઘરે પાછા ફરશે? મુર્શિદાબાદની આગ હવે અન્ય વિસ્તારોમાં ફેલાઈ રહી છે.
પરલાપુર શાળામાં આશ્રય લેનારી ૨૪ વર્ષીય સપ્તમી મંડલ કહે છે કે તે પોતાના જ દેશમાં શરણાર્થી બની ગઈ છે. ધુલિયાણમાં રહેતી સપ્તમીના પતિ કોલકાતામાં મિકેનિક તરીકે કામ કરે છે. મુર્શિદાબાદ હિંસાની પીડા વર્ણવતાં તે કહે છે કે શુક્રવારે ટોળાંએ અમારા પાડોશીના ઘરને આગ લગાવી દીધી અને અમારા ઘર પર પથ્થરમારો કર્યો. હું અને મારાં માતાપિતા અંદર છુપાઈ ગયાં અને સાંજે જ્યારે ભીડ ગઈ ત્યારે બહાર આવ્યાં. ત્યાં સુધીમાં BSF એ પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. અમારી પાસે ફક્ત એ જ કપડાં બાકી છે જે અમે પહેર્યાં હતાં. બીએસએફની મદદથી અમે ગંગા નદીના ઘાટ પર પહોંચ્યાં હતાં. અમે હોડીમાં બેસીને નદી પાર કરી. પરલાપુર હાઈસ્કૂલમાં આશરો લઈને રહેતાં હિન્દુ પરિવારો સુતી, ધુલિયાણ અને સમહેરગંજ જેવા વિસ્તારોનાં વતની છે.
આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પશ્ચિમ બંગાળમાં બાંગ્લા દેશીઓની ઘૂસણખોરી અંગે મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે સરહદ પર વાડ કર્યા પછી પણ લગભગ ૨૫૦ કિ.મી.નો વિસ્તાર એવો છે જ્યાં નદીઓ, નાળાંઓ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વાડ લગાવવી શક્ય નથી. ૪૦૦ કિલોમીટર લાંબી સરહદ છે, જ્યાં બંગાળ સરકાર અમને વાડ કરવા માટે જમીન આપી રહી નથી. તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લા દેશથી સરહદ પાર કરનારાં ઘૂસણખોરોને ભારતીય દસ્તાવેજો મેળવવાની મંજૂરી આપી હતી.
આ બધા મતદાર કાર્ડ બંગાળના ઉત્તર ૨૪ પરગણાં જિલ્લામાં બનાવવામાં આવ્યા છે. મમતાનું આ વલણ મુર્શિદાબાદની વસ્તી પરથી સમજી શકાય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, મુર્શિદાબાદ જિલ્લાની કુલ વસ્તી ૭૧,૦૩,૮૦૭ છે. આ જિલ્લો મુસ્લિમ બહુમતી ધરાવતો છે, જ્યાં લગભગ ૭૦% વસ્તી મુસ્લિમ સમુદાયની છે. એટલે કે લગભગ ૪૯.૭ લાખ મુસ્લિમો અને ૨૧.૩ લાખ હિન્દુઓ છે. બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતો આ જિલ્લો ટીએમસીની મજબૂત વોટ બેંક છે. મમતાની કૂણી લાગણી આ વોટ બેંકને ગુસ્સે ન કરવા માટે એક રણનીતિ છે, કારણ કે લઘુમતી સમુદાયનો ટેકો તેમની શક્તિની ચાવી છે.
નવા વક્ફ કાયદાના વિરોધના નામે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હિંસા પાછળ બાંગ્લા દેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસાર ઉલ બાંગ્લા ટીમ (ABT) નો હાથ હોઈ શકે છે. ભારત-બાંગ્લા દેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ABT સ્લીપર સેલ સક્રિય છે, જેઓ લાંબા સમયથી આ તોફાનોનું આયોજન કરી રહ્યા હતા. છેલ્લા ૩ મહિનાથી વિસ્તારનાં લોકો આ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે વિદેશથી ભંડોળ પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓને મળેલા પુરાવા એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે શરૂઆતમાં રામ નવમીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે, કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે પરિસ્થિતિ બદલાઈ અને પછી નવા વકફ કાયદાએ તે ટ્રિગર પોઇન્ટ આપ્યો હતો.
તપાસ એજન્સીને એવી પણ શંકા છે કે આ સ્લીપર સેલ મુર્શિદાબાદ સિવાય ભારત-બાંગ્લા દેશ સરહદ પરના અન્ય સરહદી જિલ્લાઓમાં પણ આવી જ હિંસા કરવાની યોજના બનાવી રહ્યું છે. તપાસ એજન્સીઓને ડિજિટલ નાણાંકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે હિંસા કરવા માટે વિદેશી સ્રોતોમાંથી પૈસા મોકલવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ ભીડ એકઠી કરવા, સોશ્યલ મિડિયા પર ભડકાઉ સંદેશાઓ ફેલાવવા અને જમીન પર સંગઠનો બનાવવા માટે કરવામાં આવતો હતો. મુર્શિદાબાદ ઉપરાંત, નાદિયા, માલદા, ઉત્તર ૨૪ પરગણાં અને કૂચ બિહાર જેવા સરહદી જિલ્લાઓમાં હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ વિદેશી હસ્તક્ષેપને નકારી કાઢ્યો નથી અને કહ્યું છે કે જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લા દેશ (JMB) અને હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી (HuJI) જેવાં જૂથો બાંગ્લા દેશ સરહદ અને સુંદરવન ડેલ્ટા સાથેના વિસ્તારોમાં શસ્ત્રો સપ્લાય કરી રહ્યાં છે. તાલીમ આપવા ઉપરાંત આ આતંકવાદી સંગઠનો કોમી ઉશ્કેરણીજનક પ્રચાર પણ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો અશાંતિ ભડકાવવા અને ગભરાટ ફેલાવવા માટે અફવાઓ ફેલાવવા માટે વૈશ્વિક મિડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. આ CAA વિરોધ પ્રદર્શન દરમિયાન NRC ને મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવા તરીકે પ્રચારિત કરવામાં આવ્યું હતું તેના જેવું જ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલાં લોકોનો પણ હીરો તરીકે મહિમા કરવામાં આવી રહ્યો છે.
હવે ગુપ્તચર સૂત્રોએ શોધી કાઢ્યું છે કે વકફ વિરુદ્ધ ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વર્ષ ૨૦૧૯ માં સમગ્ર ભારતમાં CAA વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો જેવાં જ છે. જો સૂત્રોનું માનીએ તો, વકફ વિરોધ પ્રદર્શનોમાં પણ એક સમાન ટૂલકીટ છે. ટેલિગ્રામ, સિગ્નલ અને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવા, જવાબદારી સોંપવા અને રીઅલ-ટાઇમ સૂચનાઓ શેર કરવા માટે થઈ રહ્યો છે. આ પ્લેટફોર્મ પરના એન્ક્રિપ્ટેડ જૂથોનો ઉપયોગ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પોલીસ સ્ટેશનો પર સંકલિત હુમલાઓ કરવા માટે કરવામાં આવતો હતો.
નાકાબંધી, રેલ્વેના માળખા પર હુમલા અને સાંપ્રદાયિક સૂત્રો CAA વિરોધ પ્રદર્શનનાં મુખ્ય લક્ષણો હતાં. હવે વકફ સુધારા કાયદા સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પણ એવી જ સ્થિતિ પ્રવર્તે છે. વિરોધીઓ પથ્થરો, પેટ્રોલ બોમ્બ, ટાયર અને વાંસની લાકડીઓ વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. CAA વિરોધ પ્રદર્શન દરમિયાન હાવડામાં રેલ્વે ટ્રેક પાસે પથ્થરોનો મોટો જથ્થો છૂપાવાયેલો હતો. હવે વક્ફના વિરોધ દરમિયાન ફરી એક વાર આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. પ્રદર્શનકારીઓ હિન્દુઓની દુકાનો, પોલીસ સ્ટેશનો અને રેલ્વે માળખાને નિશાન બનાવી રહ્યાં છે. આ બધું સાંપ્રદાયિક તણાવ વધારવા અને મિડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
પોલીસ બર્બરતાના જૂના ક્લિપ્સના નકલી વિડિયોને ગુસ્સો ભડકાવવા માટે વર્તમાન અત્યાચાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ૨૦૨૪ ની એક વિડિયો ક્લિપનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે નમાજમાં હાજર લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ક્લિપ વાયરલ થઈ તેના કારણે માલદામાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુસ્લિમો યુપી, બિહાર અને મહારાષ્ટ્રમાં પણ હાજર છે. તો પછી અહીંનાં મુસ્લિમો આટલાં બેફિકર કેમ છે? શું આ રાજ્યોમાં મુસ્લિમો રહેતાં નથી? ખરેખર, આખો ખેલ રાજકીય છે. મમતા બેનર્જીની મતબેંક મુસ્લિમો છે. મુસ્લિમો જ્યાં સુધી અસલામતી અનુભવે ત્યાં સુધી જ તેઓ મમતાને મત આપે છે, માટે રમખાણોમાં ઘી હોમાઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.