નવી દિલ્હી : હિંડનબર્ગ અહેવાલે (Hindenburg Report) વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ અહેવાલ બાદ હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કેસની (Case) સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું કે અમે કમિટી (Committee) બનાવવા માટે તૈયાર છીએ. અમને કમિટી બનાવવામાં કોઈ વાંધો નથી. અને હવે આ કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સમિતિમાં કોણ કોણ હશે તેના નામ અમે બંધ પરબિડીયામાં આપીશું.
- હિંડનબર્ગ દ્વારા રજુ કરાયેલા અહેવાલે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો
- અને હવે આ કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ હાથ ધરાઈ છે
- સમિતિમાં કોણ કોણ હશે તેના નામ અમે બંધ પરબિડીયામાં આપીશું
કેન્દ્રએ કહ્યું, કમિટીની રચનાથી અમને કોઈ આપત્તિ નથી
હિંડનબર્ગ અહેવાલ બાદ આ કેસનો પડકાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કમિટીની નાણાંના પ્રવાહ પર થોડી વિપરીત અસર પડી શકે છે. મહેતા અપીલ કરતા વધુમાં જણાવે છે કે સરકારને ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે સૂચવવા માટે સમિતિની નિમણૂક કરવામાં કોઈ વાંધો નથી અને સેબી પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેને નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાના પ્રસ્તાવ સામે કોઈ વાંધો નથી.
હવે પછી આ કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે
હિંડનબર્ગ કેસ અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હવે પછીના શુક્રવારે એટલે કે 17 ફેબ્રુઆરીએ હાથ ધરવા માટે શકાયું છે. વધુમાં આ સમિતિની કામગીરી વિશે માહિતગાર કરવા જણાવ્યું છે. અને હવે આ દરમિયાન અરજદારોને દલીલોની નકલ સોંપવાના મુદ્દે, સોલિસિટર જનરલે કહ્યું કે નોંધની ગુપ્તતા જાળવવી જોઈએ. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સમિતિ બનાવવા માટે સહમત થઈ ગઈ છે. આ સમિતિ સૂચન કરશે કે વર્તમાન નિયમનકારી પ્રણાલીને કેવી રીતે સુધારી શકાય. આ સિવાય રોકાણકારોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી શકાય.
જો કમિટી તરફથી કોઈ વાંધો નથી તો જેપીસીમાંથી તપાસ કેમ ન થઈ
કોર્ટમાં સરકારના આ જવાબ બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું છે. જયરામ રમેશે લખ્યું છે કે સોલિસિટર જનરલે કહ્યું છે કે સરકારને સમિતિની રચના સામે કોઈ વાંધો નથી તો સરકાર JPC દ્વારા તપાસ ન કરાવવા પર કેમ અડગ છે. તમે શા માટે નથી ઈચ્છતા કે જેપીસી તપાસ કરે, જેમાં મોટાભાગના ભાજપના નેતાઓ અને તેના સહયોગી સામેલ છે.