નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) હાલ ચૂંટણી લક્ષી માહોલ જોરમાં ચાલી રહ્યો છે.એવામાં શિમલામાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ‘ફરી એક વાર ભાજપની સરકાર’ સત્રમાં તેમણે રાજ્ય સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ અવસર પર જેપી નડ્ડાએ કંગના રનૌતનું (Kangna Ranaut) ભાજપમાં (BJP) સ્વાગત કર્યું હતું. આ સાથે તેમણે પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલની ટિકિટ કાપવાના મુદ્દે પણ વાત કરી.કંગના રનૌતના રાજકારણમાં આવવાના સંકેત પર જેપી નડ્ડાએ કહ્યું કે અમે ચોક્કસપણે ઈચ્છીએ છીએ કે તે આવે. તેઓ પીએમ મોદીના કાર્યોથી પ્રભાવિત છે. ભાજપમાં તેમનું સ્વાગત અને અભિનંદન આપ્યા છે. ચૂંટણી લડવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે આ મારો એકલાનો નિર્ણય નથી. જો કંગના પાર્ટીમાં આવશે તો પાર્ટી તે સમયે નિર્ણય લેશે. અમે કોઈને શરતો ઉપર લેતા નથી. અમે કોઈ પણ કમિટમેન્ટ કરીને કોઈને તેમનો પાર્ટીમાં ઉમેરો કરતા નથી.
કંગના રનૌતે 2024ની લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી
કંગના રનૌતની ઇમરજન્સી વિરોધી અને કોંગ્રેસ વિરોધી વિચારધારાના સવાલ પર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અહીં દરેક માટે એક જગ્યા છે. પરંતુ કઈ જવાબદારી પર કામ કરવું તે આ પાર્ટી નક્કી કરશે. તમને જણાવી દઈએ કે કંગના રનૌતે પણ ચૂંટણી લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેણે મંડી બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ધૂમલજીએ ખુદ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે હું ચૂંટણી નહીં લડું
ટિકિટ કાપવી એ પાર્ટીનો નિર્ણય છે. તેવું નડ્ડાએ જણાવ્યું હતું. આ સિવાય જેપી નડ્ડાએ પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલની ટિકિટ કાપવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ ન આપવાનો નિર્ણય પાર્ટીનો છે. સાથે જ તેમણે કહ્યું કે લોકોની ભાવનાઓ તેમની સાથે છે, અમે તેમનું સન્માન કરીએ છીએ. જેપી નડ્ડાએ કહ્યું કે અમે બધાને સાથે લઈ જઈ રહ્યા છીએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ધૂમલજીએ ખુદ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે હું ચૂંટણી નહીં લડું.
બધાને સંભાળવા માટેપાર્ટીની પોતાની રીતિ-નીતિ છે
ધુમલના વિષયને લઇને જ્યારે નડ્ડાને પૂછવામાં આવ્યું કે ધૂમલના સમર્થકોમાં નારાજગી છે અને શું તે ભાજપને મોંઘુ પડી શકે છે. તો તેણે કહ્યું કે કેટલાક સમર્થકોની ભાવનાઓ જોડાયેલી છે. કેટલીકવાર કેટલાક સમર્થકો વધુ ભાવુક પણ થઈ જાય છે. પરંતુ આ બધાને સંભાળવા માટેપાર્ટીની પોતાની રીતિ-નીતિ છે.