હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnaur) જિલ્લામાં અકસ્માત (Accident) સર્જાયો છે. અગાઉ અહીં હાઇવે પર (Highway) ભેખડ ધસી પડતા (Land slide) એક પ્રવાસી વાહન ઝપેટમાં આવતા પરિવારના મૃત્યુ સહિત લોકોને ઇજા થઇ હતી. ત્યારે હાલ નિગુલસેરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ -5 પર ગરુડ જંગલ પાસે ખડક પડવાની ઘટના સામે આવી છે.
આ દુર્ઘટનામાં HRTC બસને ટક્કર મારવામાં આવી હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે HRTC બસ ખડકોના કારણે કાટમાળમાં દટાયેલી છે. આશરે 40 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. NDRF, આર્મી, પોલીસ અને સ્થાનિક લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બસ કિન્નૌર જિલ્લાના મૂરંગ હરિદ્વાર રૂટની છે. કિન્નૌર ડીસી આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે ટેકરી પરથી ખડકો સતત પડી રહ્યા છે. આને કારણે, બચાવ કામગીરીમાં પણ સતત સમસ્યા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 25 જુલાઈ, 2021 ના રોજ, એક પ્રવાસી વાહન કિન્નોર જિલ્લાના બાત્સેરી ખાતે સાંગલા-ચિતકુલ રોડ પર ખડકોની પકડમાં આવી ગયું હતું. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલરમાં સવાર નવ પ્રવાસીઓના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનને ખડકો દ્વારા હવામાં ફેંકી દેવામાં આવ્યું અને બાસ્પા નદીના કાંઠે 600 મીટર નીચે બીજા રસ્તા પર ધસી પડ્યા હતા. જેમાં આ પ્રવાસીના એક પરિવારે પોતાના પ્રવાસનો છેલ્લો કડવો અનુભવ કર્યો હતો, ત્યારે હાલ આ દુર્ઘટનાને પગલે 40 લોકો અહીં દટાયેલા છે, અને આ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
મૃતકોમાં રાજસ્થાનના ચાર, છત્તીસગઢના બે, મહારાષ્ટ્ર અને દિલ્હીના એક -એક પ્રવાસી હતા, જેમાં માતા-પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તમામ પ્રવાસીઓ દિલ્હીથી ટ્રાવેલ એજન્સીના વાહનમાં કિન્નોર મુલાકાત લેવા આવ્યા હતા. બાટસેરી ખાતે બાસ્પા નદી પર બનેલો 120 મીટર લાંબો લોખંડનો પુલ ડુંગર પરથી પડતા મોટા પથ્થર સાથે આંખના પલકારામાં તૂટી પડ્યો હતો.