વર્ષ હતું 1960. નેપાળમાં રાજા મહેન્દ્રએ બીપી કોઈરાલાની સરકારને હટાવીને સત્તા કબજે કરી હતી. વર્ષ 1961માં તેમણે ‘પંચાયત’ નામની એક નવી વ્યવસ્થા શરૂ કરી હતી. સૂત્ર આપવામાં આવ્યું હતું – એક રાજા, એક પહેરવેશ, એક ભાષા. ખરેખર, તે ‘રાજાશાહી’ હતી. રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બધી સત્તાઓ રાજા પાસે આવી ગઈ હતી. નેપાળને આમાંથી બહાર નીકળવામાં 30 વર્ષ લાગ્યા હતા. 1990માં નેપાળી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સાથે મળીને આ વ્યવસ્થા સામે આંદોલન શરૂ કર્યું હતું. આ પછી નેપાળમાં બહુપક્ષીય લોકશાહી પાછી આવી હતી.
નેપાળના ઇતિહાસમાં 1960 થી 1990 સુધીના સમયગાળાને ‘પંચાયત શાસન’ કહી શકાય. આ સમય દરમિયાન ઘણી નેપાળી હસ્તીઓએ જેલમાં રહેવું પડ્યું હતું. 1919ના દાયકામાં બિરાટનગર જેલમાં કેદ આવી જ એક મહિલા તેમના આગામી પુસ્તક માટે પૃષ્ઠભૂમિ બનાવી રહી હતી. પુસ્તકનું નામ ‘કારા’ હતું એટલે કે જેલ. લોકશાહી વિરુદ્ધ સ્થાપિત વ્યવસ્થા દરમિયાન પોતાના જીવનના મહત્ત્વપૂર્ણ દિવસો જેલમાં વિતાવનાર આ મહિલા પાછળથી નેપાળમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી અને જ્યારે સપ્ટેમ્બર 2025માં Gen-zના નેતૃત્ત્વમાં નેપાળમાં લોકશાહીને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર પડી ત્યારે તેમનું નામ ફરીથી ઇતિહાસમાં નોંધાયું છે. 1997 થી 2012ની વચ્ચે જન્મેલા લોકો, જેમને Gen-z કહેવામાં આવે છે, તેમની મહત્તમ ઉંમર 2025માં 30 વર્ષ હોઈ શકે છે, જ્યારે ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે એ મહિલાની ઉંમર 73 વર્ષ છે અને Gen-z તેમને નેપાળના વચગાળાના વડાં પ્રધાન તરીકે તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટવા સંમત થયા છે. આ મહિલાનું નામ છે સુશીલા કાર્કી. 12 સપ્ટેમ્બરના રોજ, સુશીલા કાર્કીએ વચગાળાનાં વડાં પ્રધાન તરીકે શપથ લીધાં છે. સપ્ટેમ્બર 2025. નેપાળમાં હિંસા થઈ. આ દરમિયાન ત્યાં વચગાળાની સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. સરકારે વિરોધીઓને રોકવા માટે ‘પેલેટ ગન’નો ઉપયોગ કર્યો હતો. ઘણા યુવાનો માર્યા ગયા હતા. જવાબમાં પ્રદર્શનકારીઓએ ભીષણ હિંસાનો આશરો લીધો હતો. હિંસા એટલી ઉગ્ર હતી કે આ આંદોલન પર સવાલ ઊભા થયા હતા. ટીકાકારોએ આશંકા વ્યક્ત કરી છે કે લોકશાહી જાળવવાની પ્રક્રિયા આ સ્તરની હિંસામાંથી પસાર થઈ શકે નહીં. જો કે, નેપાળી Gen-zએ લોકશાહી જાળવવા અને નવી ચૂંટણીઓ કરાવવાની જવાબદારી એક મહિલાને સોંપી છે, જે એક સમયે સમગ્ર નેપાળની ન્યાયિક વ્યવસ્થાના પ્રભારી હતા. નેપાળ ફરી એકવાર તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે, પરંતુ કમનસીબે, ન્યાયતંત્ર સાથે સંબંધિત તેમનો પાછલો કાર્યકાળ સુખદ રહ્યો ન હતો. વર્ષ 2016માં સુશીલા કાર્કી નેપાળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. આ ઘટના ઐતિહાસિક હતી. કારણ કે તેઓ નેપાળમાં આવું પદ સાંભળનારા પ્રથમ મહિલા હતાં. પરંતુ 2017માં તેમનો સમય મુશ્કેલ સાબિત થયો હતો. તે સમયે સરકારનું નેતૃત્ત્વ કરી રહેલી નેપાળી કોંગ્રેસે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે પોતાની સંસદીય શક્તિનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. મહાભિયોગ પ્રસ્તાવમાં તેમના પર પક્ષપાતી હોવાનો અને કારોબારીની સત્તાઓમાં દખલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલીસ વડાંની નિમણૂક અંગેના વિવાદમાં. જો કે, જાહેર દબાણને કારણે કાર્કી સામેનો મહાભિયોગ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ રાજકીય ભ્રષ્ટાચારથી તેઓ હતાશ હતાં. નિવૃત્તિ પછી પણ તેમણે આ મુદ્દા પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. જો કે, સુશીલા કાર્કી પોતે પણ રાજકીય ભ્રષ્ટાચારનાં આરોપોથી અસ્પૃશ્ય નહોતા. આરોપો લગાવવામાં આવ્યા હતાં કે મુખ્ય ન્યાયાધીશ હોવા છતાં તેમણે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન્યાયાધીશોની નિમણૂક પર આગ્રહ રાખ્યો હતો. તેમના પર પ્રશ્નો ઊભા થયા હતાં. કાર્કીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું, એકવાર તેઓ ન્યાયાધીશ બન્યા પછી, તેઓ રાજકારણથી દૂર થઈ જશે. જો કે, બાદમાં તેમણે કેટલાક મંત્રીઓનો પર્દાફાશ કર્યો હતો, જેમણે તેમના સંબંધીઓને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે તેમના પર કથિત રીતે દબાણ કર્યું હતું. ચાલો ફરી એકવાર નેપાળના ‘પંચાયત શાસન’ તરફ પાછા જઈએ. વર્ષ 1973 હતું. નેપાળમાં લોકશાહી પાછી લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. જીપી કોઈરાલા આ માટે સશસ્ત્ર સંઘર્ષ લડી રહ્યા હતા. તેમને શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર હતી. આ વર્ષે જૂનમાં નેપાળ એરલાઇન્સનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આ વિમાન 40 લાખ રૂપિયા લઈને બિરાટનગરથી કાઠમંડુ સેન્ટ્રલ બેંક જઈ રહ્યું હતું. તે વિમાનને બિહારના ફોર્બ્સગંજમાં ઉતરાણ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ 40 લાખ રૂપિયા જીપી કોઈરાલાને સોંપવામાં આવ્યા હતા. લોકશાહી પાછી આવી ત્યારે કોઈરાલા ચાર વખત નેપાળના વડાં પ્રધાન બન્યા હતા. આ હાઇજેક પાછળ નેપાળી કોંગ્રેસ સાથે સંકળાયેલા ચાર લોકોના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક દુર્ગા સુબેદી હતા. 1990માં ‘પંચાયત વ્યવસ્થા’ના અંત અને લોકશાહીની વાપસી પછી, સુશીલા કાર્કીએ આ દુર્ગા સુબેદી સાથે લગ્ન કર્યા હતાં. સુબેદી તેમના શિક્ષિક હતા. સુશીલાએ એક વખત તેમના વિશે કહ્યું હતું કે સુબેદી દરેક કટોકટી અને દરેક પરિસ્થિતિમાં તેમના સૌથી વિશ્વાસુ મિત્ર અને માર્ગદર્શક છે. મીડિયા અહેવાલો અનુસાર, તે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં સુબેદીને મળ્યા હતાં. હકીકતમાં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરતા પહેલા, 1975માં સુશીલાએ BHU વારાણસીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. આજ વર્ષે જુલાઈમાં ‘મહામાન માલવિયા મિશન નેપાળ’એ નેપાળમાં દૂતાવાસના સહયોગથી BHU ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુશીલા કાર્કીએ તેમનાં BHUનાં દિવસોને યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમને ભૂતપૂર્વ વડાં પ્રધાન બીપી કોઈરાલાની પત્ની સુશીલા અમા પાસેથી નૃત્ય શીખવાની અને નેપાળી કોંગ્રેસના નેતા પ્રદીપ ગિરી પાસેથી રાજકીય શિક્ષણ મેળવવાની તક મળી હતી. કાર્કીએ જણાવ્યું કે તેમને એક વખત BHUમાં ભણાવવા અને પીએચડી કરવાની ઓફર મળી હતી, પરંતુ તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યા નહીં. સુશીલા કાર્કીનું ‘ભાગ્ય’ તેમને સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ પદ સુધી લઈ ગયું હતું. પરંતુ તેઓ કલ્પના પણ કરી શક્યા નહીં હોય કે ‘ભાગ્ય’ તેમને વડાં પ્રધાન પદ સુધી પણ લઈ જશે.
વર્ષ હતું 1960. નેપાળમાં રાજા મહેન્દ્રએ બીપી કોઈરાલાની સરકારને હટાવીને સત્તા કબજે કરી હતી. વર્ષ 1961માં તેમણે ‘પંચાયત’ નામની એક નવી વ્યવસ્થા શરૂ કરી હતી. સૂત્ર આપવામાં આવ્યું હતું – એક રાજા, એક પહેરવેશ, એક ભાષા. ખરેખર, તે ‘રાજાશાહી’ હતી. રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બધી સત્તાઓ રાજા પાસે આવી ગઈ હતી. નેપાળને આમાંથી બહાર નીકળવામાં 30 વર્ષ લાગ્યા હતા. 1990માં નેપાળી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સાથે મળીને આ વ્યવસ્થા સામે આંદોલન શરૂ કર્યું હતું. આ પછી નેપાળમાં બહુપક્ષીય લોકશાહી પાછી આવી હતી.
નેપાળના ઇતિહાસમાં 1960 થી 1990 સુધીના સમયગાળાને ‘પંચાયત શાસન’ કહી શકાય. આ સમય દરમિયાન ઘણી નેપાળી હસ્તીઓએ જેલમાં રહેવું પડ્યું હતું. 1919ના દાયકામાં બિરાટનગર જેલમાં કેદ આવી જ એક મહિલા તેમના આગામી પુસ્તક માટે પૃષ્ઠભૂમિ બનાવી રહી હતી. પુસ્તકનું નામ ‘કારા’ હતું એટલે કે જેલ. લોકશાહી વિરુદ્ધ સ્થાપિત વ્યવસ્થા દરમિયાન પોતાના જીવનના મહત્ત્વપૂર્ણ દિવસો જેલમાં વિતાવનાર આ મહિલા પાછળથી નેપાળમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી અને જ્યારે સપ્ટેમ્બર 2025માં Gen-zના નેતૃત્ત્વમાં નેપાળમાં લોકશાહીને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર પડી ત્યારે તેમનું નામ ફરીથી ઇતિહાસમાં નોંધાયું છે.
1997 થી 2012ની વચ્ચે જન્મેલા લોકો, જેમને Gen-z કહેવામાં આવે છે, તેમની મહત્તમ ઉંમર 2025માં 30 વર્ષ હોઈ શકે છે, જ્યારે ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે એ મહિલાની ઉંમર 73 વર્ષ છે અને Gen-z તેમને નેપાળના વચગાળાના વડાં પ્રધાન તરીકે તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટવા સંમત થયા છે. આ મહિલાનું નામ છે સુશીલા કાર્કી. 12 સપ્ટેમ્બરના રોજ, સુશીલા કાર્કીએ વચગાળાનાં વડાં પ્રધાન તરીકે શપથ લીધાં છે.
સપ્ટેમ્બર 2025. નેપાળમાં હિંસા થઈ. આ દરમિયાન ત્યાં વચગાળાની સરકાર બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. સરકારે વિરોધીઓને રોકવા માટે ‘પેલેટ ગન’નો ઉપયોગ કર્યો હતો. ઘણા યુવાનો માર્યા ગયા હતા. જવાબમાં પ્રદર્શનકારીઓએ ભીષણ હિંસાનો આશરો લીધો હતો. હિંસા એટલી ઉગ્ર હતી કે આ આંદોલન પર સવાલ ઊભા થયા હતા. ટીકાકારોએ આશંકા વ્યક્ત કરી છે કે લોકશાહી જાળવવાની પ્રક્રિયા આ સ્તરની હિંસામાંથી પસાર થઈ શકે નહીં.
જો કે, નેપાળી Gen-zએ લોકશાહી જાળવવા અને નવી ચૂંટણીઓ કરાવવાની જવાબદારી એક મહિલાને સોંપી છે, જે એક સમયે સમગ્ર નેપાળની ન્યાયિક વ્યવસ્થાના પ્રભારી હતા. નેપાળ ફરી એકવાર તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે, પરંતુ કમનસીબે, ન્યાયતંત્ર સાથે સંબંધિત તેમનો પાછલો કાર્યકાળ સુખદ રહ્યો ન હતો.
વર્ષ 2016માં સુશીલા કાર્કી નેપાળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. આ ઘટના ઐતિહાસિક હતી. કારણ કે તેઓ નેપાળમાં આવું પદ સાંભળનારા પ્રથમ મહિલા હતાં. પરંતુ 2017માં તેમનો સમય મુશ્કેલ સાબિત થયો હતો. તે સમયે સરકારનું નેતૃત્ત્વ કરી રહેલી નેપાળી કોંગ્રેસે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે પોતાની સંસદીય શક્તિનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
મહાભિયોગ પ્રસ્તાવમાં તેમના પર પક્ષપાતી હોવાનો અને કારોબારીની સત્તાઓમાં દખલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલીસ વડાંની નિમણૂક અંગેના વિવાદમાં. જો કે, જાહેર દબાણને કારણે કાર્કી સામેનો મહાભિયોગ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ રાજકીય ભ્રષ્ટાચારથી તેઓ હતાશ હતાં. નિવૃત્તિ પછી પણ તેમણે આ મુદ્દા પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
જો કે, સુશીલા કાર્કી પોતે પણ રાજકીય ભ્રષ્ટાચારનાં આરોપોથી અસ્પૃશ્ય નહોતા. આરોપો લગાવવામાં આવ્યા હતાં કે મુખ્ય ન્યાયાધીશ હોવા છતાં તેમણે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન્યાયાધીશોની નિમણૂક પર આગ્રહ રાખ્યો હતો. તેમના પર પ્રશ્નો ઊભા થયા હતાં. કાર્કીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું, એકવાર તેઓ ન્યાયાધીશ બન્યા પછી, તેઓ રાજકારણથી દૂર થઈ જશે. જો કે, બાદમાં તેમણે કેટલાક મંત્રીઓનો પર્દાફાશ કર્યો હતો, જેમણે તેમના સંબંધીઓને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે તેમના પર કથિત રીતે દબાણ કર્યું હતું.
ચાલો ફરી એકવાર નેપાળના ‘પંચાયત શાસન’ તરફ પાછા જઈએ. વર્ષ 1973 હતું. નેપાળમાં લોકશાહી પાછી લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. જીપી કોઈરાલા આ માટે સશસ્ત્ર સંઘર્ષ લડી રહ્યા હતા. તેમને શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર હતી. આ વર્ષે જૂનમાં નેપાળ એરલાઇન્સનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આ વિમાન 40 લાખ રૂપિયા લઈને બિરાટનગરથી કાઠમંડુ સેન્ટ્રલ બેંક જઈ રહ્યું હતું. તે વિમાનને બિહારના ફોર્બ્સગંજમાં ઉતરાણ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ 40 લાખ રૂપિયા જીપી કોઈરાલાને સોંપવામાં આવ્યા હતા. લોકશાહી પાછી આવી ત્યારે કોઈરાલા ચાર વખત નેપાળના વડાં પ્રધાન બન્યા હતા.
આ હાઇજેક પાછળ નેપાળી કોંગ્રેસ સાથે સંકળાયેલા ચાર લોકોના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક દુર્ગા સુબેદી હતા. 1990માં ‘પંચાયત વ્યવસ્થા’ના અંત અને લોકશાહીની વાપસી પછી, સુશીલા કાર્કીએ આ દુર્ગા સુબેદી સાથે લગ્ન કર્યા હતાં. સુબેદી તેમના શિક્ષિક હતા. સુશીલાએ એક વખત તેમના વિશે કહ્યું હતું કે સુબેદી દરેક કટોકટી અને દરેક પરિસ્થિતિમાં તેમના સૌથી વિશ્વાસુ મિત્ર અને માર્ગદર્શક છે. મીડિયા અહેવાલો અનુસાર, તે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં સુબેદીને મળ્યા હતાં.
હકીકતમાં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરતા પહેલા, 1975માં સુશીલાએ BHU વારાણસીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. આજ વર્ષે જુલાઈમાં ‘મહામાન માલવિયા મિશન નેપાળ’એ નેપાળમાં દૂતાવાસના સહયોગથી BHU ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સુશીલા કાર્કીએ તેમનાં BHUનાં દિવસોને યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમને ભૂતપૂર્વ વડાં પ્રધાન બીપી કોઈરાલાની પત્ની સુશીલા અમા પાસેથી નૃત્ય શીખવાની અને નેપાળી કોંગ્રેસના નેતા પ્રદીપ ગિરી પાસેથી રાજકીય શિક્ષણ મેળવવાની તક મળી હતી. કાર્કીએ જણાવ્યું કે તેમને એક વખત BHUમાં ભણાવવા અને પીએચડી કરવાની ઓફર મળી હતી, પરંતુ તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યા નહીં. સુશીલા કાર્કીનું ‘ભાગ્ય’ તેમને સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ પદ સુધી લઈ ગયું હતું. પરંતુ તેઓ કલ્પના પણ કરી શક્યા નહીં હોય કે ‘ભાગ્ય’ તેમને વડાં પ્રધાન પદ સુધી પણ લઈ જશે.
ફાલ્ગુની આશર