કર્ણાટક: હિજાબ (Hijab) વિવાદને લઈને કર્ણાટકમાં (Karnataka) સ્થિતિ વણસી રહી છે. આ મામલે હાઈકોર્ટમાં (High court) સુનાવણી પણ ચાલી રહી છે. ત્રણ વાગ્યા બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં એક શૈક્ષણિક સંસ્થામાં કથિતરૂપથી ત્રિરંગાની જગ્યાએ ભગવો ધ્વજ (flag) લગાવવામાં આવ્યો છે. આને લગતા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા (social media) પર વાયરલ (viral) થઈ રહ્યા છે. આ મામલે કર્ણાટક કોંગ્રેસના (congress) અધ્યક્ષ ડીકે શિવકુમારનું નિવેદન પણ આવ્યું છે. તેમણે આવી ઘટનાઓથી પ્રભાવિત શૈક્ષણિક સંસ્થાઓને એક સપ્તાહ માટે બંધ રાખવાનું સૂચન કર્યું છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ધ્વજના પોલ પર ચડતો જોવા મળી રહ્યો છે. તેમના હાથમાં ભગવો ધ્વજ છે. નીચે કેટલાક અન્ય લોકો છે જેઓ વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે.
- હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં ચાલતી સુનાવણી વચ્ચે રાજ્યની કોલેજોમાં તંગદિલીભર્યું વાતાવરણ
- શિમોગાની કોલેજમાં એક વ્યક્તિએ ધ્વજના પોલ પર ચડી તિરંગાના સ્થાને ભગવો લહેરાવ્યો
- શિમોગામાં સવારે પત્થરમારાની ઘટના બની, કોલેજ પ્રશાસનને રજાનો નિર્ણય લેવા આદેશ કરાયો
મળતી માહિતી મુજબ વાયરલ વીડિયો કર્ણાટકના શિમોગાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક વ્યક્તિ ધ્વજના પોલ પર ચડતો જોવા મળી રહ્યો છે. નીચે બીજા ઘણા લોકો ઉભા છે જેઓ વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. ભગવો ધ્વજ લગાવ્યા બાદ વિદ્યાર્થીઓ આનંદથી બૂમો પાડતા જોવા મળે છે. આ વીડિયો શિમોગા જિલ્લાનો છે. અહીં સવારે પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારથી અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બીજી તરફ, કોલેજ પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે કે પરિસ્થિતિને જોતા રજાનો નિર્ણય લઈ શકે છે. એક માહિતી મુજબ, જે વિદ્યાર્થી પોલ પર ભગવો ઝંડો લહેરાવવા ચડ્યો છે તે RSSની વિંગ એબીવીપીનો સભ્ય છે. કર્ણાટકમાં ભગવા અને હિજાબ વિવાદ વધુ ઉગ્ર બનતા રાજ્ય સરકારે 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આવતી કાલે અઢી વાગે ફરી કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
જય શ્રી રામ નારા VS અલ્લાહુ અકબરના નારા લાગ્યા
સુનાવણી પહેલા, મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજમાં દેખાવો શરૂ થઈ ગયો હતો. વિદ્યાર્થીઓ ભગવા રંગના સ્કાર્ફ સાથે આવ્યા હતા અને હિજાબ પહેરેલી છોકરીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભગવા રંગના સ્કાર્ફ પહેરેલા કેટલાક લોકો હિજાબ પહેરેલી યુવતીની સામે નારા લગાવી રહ્યા છે. જ્યાં છોકરાઓ ‘જય શ્રી રામ’ ના બૂમો પાડી રહ્યા છે , તો બીજી તરફ છોકરી ‘અલ્લાહુ અકબર’ બોલી રહી છે. અચાનક આ મામલો વધી ગયો અને પ્રદર્શન ઉગ્ર બન્યું ગયું હતું. બંને તરફથી ધાર્મિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
CMએ શાંતિ જાળવવાની કરી અપીલ
મામલો વધતો જોઈને સીએમ બસવરાજ બોમાઈનું નિવેદન સામે આવ્યું છે, તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ મામલે આજે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. તેની રાહ જુઓ અને બાળકોને વાંચવા દો. આ પહેલા પણ મુખ્યમંત્રીએ શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જો કે, તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નવા સમાન કાયદાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
પાંચ વિદ્યાર્થીનીઓની અરજી પર સુનાવણી
હાઈકોર્ટ આજે કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદ કેસની સુનાવણી કરશે. આ સુનાવણી પાંચ યુવતીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર થવા જઈ રહી છે. વાસ્તવમાં આ વિદ્યાર્થીનીઓ તરફથી નવા યુનિફોર્મ કાયદાનો વિરોધ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. હવે નવા નિયમ હેઠળ કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીના રોજ, છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજમાં ક્લાસમાં જવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ તમામ યુવતીઓએ હિજાબ પહેર્યા હતો. આ મુદ્દો હવે ઉડુપીની અન્ય સરકારી કોલેજોમાં પણ ફેલાઈ ગયો છે. કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થિનીઓને પણ હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારથી ઘણી વિદ્યાર્થિનીઓ હિજાબ પર પ્રતિબંધનો વિરોધ કરી રહી છે.
કર્ણાટકના શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું
કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું હતું કે યુનિફોર્મ કોડનું પાલન ન કરતી વિદ્યાર્થીનીઓ અન્ય વિકલ્પો શોધવાની સ્વતંત્રતા ધરાવે છે. નાગેશે મૈસુરે કહ્યું કે “જેમ સેનામાં નિયમોનું પાલન કરવામાં આવે છે, તે જ રીતે અહીં (શૈક્ષણિક સંસ્થાઓમાં) કરવામાં આવે છે. જેઓ તેને અનુસરવા માંગતા નથી તેમના માટે વિકલ્પો ખુલ્લા છે.” મંત્રીએ વિદ્યાર્થીઓને રાજકીય પક્ષોના હાથમાં “શસ્ત્ર” ન બનવાની અપીલ કરી.
એચડી દેવગૌડાએ સરકારને અપીલ કરી હતી
કર્ણાટકના હિજાબ મુદ્દે પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ-સેક્યુલર (JDS)ના પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું કે કેટલાક તત્વો એવા છે જે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને રાજકીય પક્ષો 2023ની ચૂંટણીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સરકાર તેને રોકી શકે છે. આવા મુદ્દાઓ દેશને વિભાજિત કરે છે.