નીતિન ગડકરીની ઓળખ એક ઉત્તમ કેન્દ્રીય માર્ગ-રાજમાર્ગ મંત્રી તરીકેની છે. તેઓ જે લક્ષ્ય નક્કી કરે તે પૂરાં કરે છે અને તે કારણે દેશમાં અનેક નવા રસ્તાઓ, પુલ બન્યા છે પણ હમણાં તેમણે કહ્યું કે જો નેશનલ હાઈ વે ખરાબ હોય તો એજન્સીઓએ ટોલ વસુલવો ન જોઈએ. તેમનું આ સૂચન યોગ્ય જ છે, પણ આ સૂચન તેમણે સામાન્ય નાગરિક તરીકે નથી કહ્યું, તેઓ સ્વયં માર્ગ-રાજમાર્ગ મંત્રી છે, તેઓ દેશના રાજમાર્ગ કેવા છે તેની પર નજર રાખવાનું તંત્ર ઊભું કરે અને તેના નજર રાખવાનું તંત્ર ઊભું કરે અને તેના રિપોર્ટના આધારે વાહનચાલકોને કહે કે આ રાજમાર્ગ પર તમે ટોલ ટેકસ ચુકવશો નહીં. પેલી એજન્સીને ટોલ ટેકસ લેવાથી તેઓ તેટલો સમય રોકી શકે છે. જો વાહનચાલકો સ્વયં નક્કી કરવા જશે કે અહીં ટોલ આપવા જેવો નથી તો એજન્સી સાથે વિવાદ ઊભા થશે. નીતિન ગડકરી રાજમાર્ગો યોગ્ય છે કે નહીં તેની તપાસનું તંત્ર ઊભું કરે અને એજન્સીઓને કાયદાકીય રીતે જવાબદાર બનાવે.
સુરત – રવિન પંચાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજનું માર્કેટિંગ
આજના સમાજમાં માર્કેટિંગ સામે મૂલ્યો અને સનસનાટી સામે સત્ય હારી જાય છે. બીજી બાજુ મેલાં કપડાંવાળા સારું અંગ્રેજી ન બોલી શકતા હાંસિયાની પેલે પાર ધકેલાઈ ગયેલા મજાક ઉડાવાય છે ત્યારે ઇસ્ત્રી ટાઈટ લોકોના દંભને પણ તપાસી લેવા જોઈએ. આપણી ભોળી પ્રજામાં વેચાય છે. સારાં કપડાં અને સુંવાળી ભાષા વડે લોકો કોઇને પણ સારો માણસ ગણી લે છે. આમ, લાભ કે ગુલઝાર જેવા ગંભીર અવાજને લોકો આત્માનું ઊંડાણ માની લે છે.
બમ્પર –સ્ટિકર છાપ સસ્તી ફિલોસોફી લખનાર ચાલુ લેખક-લેખિકાઓ કે સસ્તા સ્પીકરોને ભોળા લોકો ગંભીર સાહિત્યકાર કે ગહન ચિંતક માની બેસે છે. ખરેખર સત્ય એ છે કે ભલભલા ભણેલાની અંદર પણ એક અધૂરો માણસ વસે છે. કારણ કે દરેક માણસ શતખંડ હોય છે. વિદ્યાનો કે ભણેલાઓની પણ ચામડી ખોતરો તો એમાંય અંદરથી નફરતનું ઝેર નીકળી શકે. પ્રકાંડ પંડિતો પણ હિંસક હોઇ શકે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.