આજથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court)ના 18 કોર્ટ રૂમની સંપૂર્ણ કાર્યવાહીનું યુ-ટ્યુબ ચેનલ જીવંત (You tube channel live) પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અરજદાર સહિત તમામ એડવોકેટ (Advocate), પત્રકાર (Journalist) અને સામાન્ય જનતા (Common people) પણ આ તમામ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ યુ-ટ્યુબ ચેનલ પર નીહાળી રહ્યા છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠનું જીવંત પ્રસારણ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની છે. અત્યાર સુધીમાં ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને 48 લાખ વ્યૂ (View) મળ્યા છે. ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ (Live streaming) ચાલુ રહેશે. દરમિયાન દરેક કોર્ટ રૂમને 80 થી 90 લોકો લાઈવ નિહાળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ (Subscribers) પણ વધ્યા છે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ- સાંભળી શકશે. જોકે લોકો PIL જેવી મેટરની સુનવણી (Hearing) લાઈવ નીહાળવી વધારે પસંદ કરે છે. જેમાં વિદ્યાર્થીઓ કે કોઈ ધાર્મિક બાબતના કેસની સુનવણી હોય તો તેમાં લાઈવ વ્યુઅર 3થી 4 હજાર સુધી પહોંચી જતા હોય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે. વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આધારે નિર્ણય લેવાયો હતો. જેમાં 26 ઓક્ટોબર 2020થી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે કે, જેણે યુટ્યુબ ચેનલ ઉપર અપ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી હતી. ત્યારે આજે 17 જુલાઈએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી.રમના વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયનો શુભારંભ કરાવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી પ્રાયોગિક ધોરણે 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર સ્ટ્રિમિંગ કરી રહી છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદ ગુજરાત હાઈકોર્ટમાં કેસોની વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની વીડિયો કોન્ફરન્સની સુનાવણી હવે લોકો યુટ્યુબ પર પણ જોઈ શકે છે. પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની કોર્ટની સુનાવણીનું યુટ્યુબ પર લાઈવ સ્ટ્રિમિંગ શરૂ કરાય રહ્યું હતું.