નજીકના ભૂતકાળમાં સરકારશ્રીએ આપણા વાહન ધારકોને નવા હાઈ સિક્યોરીટીની નવી નંબર પ્લેટની ન્યુનત્તમ ખર્ચે જોગવાઈ કરી આપી. હેતુ ઘણો શુધ્ધ હતો. અકસ્માત કરીને ભાગી જનાર પણ પકડાતો, બેઝમેન્ટમાં જથ્થાબંધ વાહનો શોર્ટ સરકીટ અથવા અસામાજીકો ભાંગફોડ કરતા કે સળગાવી નાંખતા, ત્યારે જેઓએ હાઈ સિક્યોરીટીના નવા નંબરની સવલત મેળવી તેઓના ક્લેઈમ પાસ થયા અને બાકીનાઓ મોંઘાદાટ વાહનોનું વળતર મેળવવા નિષ્ફળ ગયા. સરકારશ્રી આ નવિન અપગ્રેડ ટેકનોલોજીનો આપણી સોસાયટીમાં આવીને દશ પંદર વાહનોની નવી નંબર પ્લેટ માટે જાહેરાતો આપી, પણ આળસ પ્રધાન પ્રજાનો મોળો પ્રતિસાદ (છેવટે નુકશાન) આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો. ક્યારેક એવો પણ અનુભવ થયો છે કે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસીએ છીએ.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સરકારે વાહનો માટે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ આપી, પણ વહીવટીતંત્રની મર્યાદાનું શું ?
By
Posted on