Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન બેલેટ પેપરથી યોજવા હાઈકોર્ટમાં અરજી

AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપર (ELECTION BALLOT PAPER) થી યોજવાની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટ (GUJRAT HIGHCOURT) માં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણીમાં ચૂંટણી પંચ અને સરકારને નોટિસ આપી વધુ સુનાવણી ૧૦મી ફેબ્રુઆરીના રોજ રાખી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવામાં આવે. સાથે જ એવી પણ રજૂઆત કરવામાં આવી છે, કે આર.ટી.આઈ આધારે માગવામાં આવેલી વિગતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વીવીપેટનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમ જ ચૂંટણીપંચ (ELECTION COMMISION) પાસે પૂરતા વીવીપેટ ઉપલબ્ધ નથી. તેવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવામાં આવે. બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે જ વીવીપેટનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

હવે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં થશે

પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે. જેના પગલે હવે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પંસદગી અંગે આખરી નિર્ણય લેવાશે. ચાલુ જાન્યુઆરીના અંત ભાગમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.મનપા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે અમદાવાદમાં ૭૨૫૭ ઉમેદવારોએ ટિકીટ માંગી છે.


રાજયભરમાં અંદાજિત ૧૨,૫૦૦ જેટલા ઉમેદવારોએ ટિકીટ માંગી છે. જેમાં ખાસ કરીને 55 વર્ષથી ઉપરના ઉમેદવારોને ટિકીટ નહીં આપવા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ટિકીટ આપવાના માપદંડોમાં ફેરફાર કરાયો છે. જેમાં પૂર્વ ધારાસભ્યોને પણ ટિકીટ નહીં આપવી , વર્તમાન કાઉન્સિલકરોને વોર્ડ બદલવાની પરવાનગી નહીં આપવી તેવી પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત નિરીક્ષકોએ ઉમેદવારની પસંદગી અને નાપસંદગીના કારણો આપવાના રહેશે. બીજી તરફ કોંગીમાં ઉમેદવારોની દાવેદારીમાં જોઈએ, એટલો ઉત્સાહ જોવા મળતો નથી.કોગીમાં સ્થાનિક કાર્યકરોની પસંદગીનો વધારે ઝોક અપાશે. અમદાવાદમાં પણ કોંગીના ૧૫૦૦ જેટલા કાર્યકરોએ ઉમેદવારી અને દાવેદારી કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top