તા. 15-10-21ના ‘ગુજરાતમિત્ર’ના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મિત્ર પાના નં.-13 ઉપર ‘દ્વારકાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચક્કરમાં ભુવા અને પરિવારે ત્રણ સંતાનની માતાને ધોકાથી માર મારી પતાવી દીધી ‘શીર્ષક હેઠળના કમકમાટી ઉપજાવે તેવા સમાચાર વાંચી હ્દયને ખુબ દુ:ખની લાગણી થઇ. હજી વહેમ અને અંધશ્રધ્ધા સમાજમાંથી દૂર થયા નથી. ગ્રામ્ય વિસ્તારમાં હજી શિક્ષણના ફેલાવાની ખુબ જરૂર છે. જામનગરથી પ્રગટ થયેલ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે દ્વારકા જિલ્લાના ઓખા મઢી ગામે ‘મેલુ કાઢવા’ની બાબતમાં રમીલાબેન વાલજીભાઇ સોલંકી ઉંમર વર્ષ 25ને વહેલી સવારે સાંકળ અને ધોકાથી મારમારી મોતને ઘાટ ઉતારી ત્રણ સંતાનોએ પોતાની માતા ગુમાવી કેટલું ક્રૂર જધન્ય કૃત્ય! દિવાળી આવી રહી છે ત્યારે આવા બનાવો કાળી ચૌદશના દિવસે બનવાની શકયતા ખરી ભુતપ્રેત, ડાકણનો વહેમ રાખી કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એવા સમચાર છાપાઓમાં વાંચવા મળે છે. આમાં ભુવાઓ મંત્ર તંત્રવાળા ખુબ કમાણી કરે એવું બને કોઇ અંગ્રેજે કહ્યું હતું ભારત દેશ જાદુ મંત્રતંત્ર, મદારી અને અંધશ્રધ્ધા સમાજમાંથી કયારે દુર થશે ?
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અરે રે ! આ તે કેવી અંધશ્રધ્ધા
By
Posted on